રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલાઈ
નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ ૨૩ નવેમ્બરથી બદલીને પચીસ નવેમ્બર કરવાનો ચૂંટણી પંચે બુધવારે નિર્ણય લીધો હતો. ૨૩ નવેમ્બરે રાજ્યમાં મોટા પ્રમાણમાં થનારાં લગ્નો અને સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર ૨૩ નવેમ્બરે રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નો અને સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રાજ્યસ્થિત અનેક રાજકીય પક્ષો, સામાજિક સંગઠનોએ ચૂંટણીની તારીખ બદલવાની માગણી કરી હતી. ૨૩ નવેમ્બરે રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નો અને સામાજિક કાર્યક્રમોને કારણે લોકોને મોટા પ્રમાણમાં થનારી હેરાનગતિ તેમ જ મતદાનમાં થનારા ઘટાડા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ બદલીને પચીસ નવેમ્બર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, મતગણતરી અગાઉ જાહેર કર્યા મુજબ અન્ય ચાર રાજ્યોની સાથે સાથે એટલે કે ૩, ડિસેમ્બરે જ કરવામાં આવશે.