નેશનલ

દેશના ત્રણ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણી પંચે SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી, લાખો નામ દૂર કરાયા…

નવી દિલ્હી : દેશના ત્રણ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણી પંચે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી છે. આ રાજયોમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાના લાખો મતદારોના નામ દુર થયા હોવાની શકયતા છે. જે મૃત્યુ, સ્થળાંતર, ડુપ્લિકેટ નામો અથવા અન્ય કારણોસર રદ કરવામાં આવ્યા છે. જે લોકોના નામ રદ થયા છે તે લોકો 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2026 સુધી વાંધા અરજી કરી શકાશે.

પશ્ચિમ બંગાળમાંથી 58,08,202 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ માટે SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાંથી કુલ 58,08,202 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. તેમાંથી 24,16,852 મતદારોના નામ મૃત્યુને કારણે અને 19,88,000 લોકોને સ્થળાંતરના લીધે દૂર કરવામાં આવ્યા છે. જયારે 12,20,038 લોકો ગુમ છે. તેથી તેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. જયારે 1,38,328 નામો ડુપ્લિકેટ અથવા નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત 57,604 નામો અન્ય કારણોસર દૂર કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં 42 લાખ મતદારોના નામો ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા

જયારે રાજસ્થાનમાં SIR પ્રક્રિયા બાદ કુલ 5,46,56,215 મતદારોમાંથી આશરે 42 લાખ મતદારોના નામો ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ અનુસાર 8.75 લાખ મતદારોના મૃત્યુ થયા છે અને 29. 60 લાખ મતદારો સ્થળાંતરિત થયા હતા અથવા નિવાસે ન હતા. જયારે 34.40 લાખ લોકોએ એક કરતાં વધુ સ્થળોએ તેમના નામ નોંધાવ્યા હતા. કુલ મતદારોમાંથી 5,04,71 ,396 લોકોએ તેમના ફોર્મ સબમિટ કર્યા હતા. જ્યારે 41.84 લાખ લોકોએ ફોર્મ જમા નથી કરાવ્યા

ગોવામાં 1,00,042 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા

ગોવામાં કુલ 11,85,034 મતદારોમાંથી 10,84,992 મતદારોએ તેમના ફોર્મ સબમિટ કર્યા છે. જયારે કુલ 1,00,042 મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 25,574 મતદારો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે અને 72,471 મતદારો એવા હતા જેઓ સ્થળાંતરિત થયા હતા અથવા નિવાસે ન હતા. જયારે 1,997 વ્યક્તિઓના નામ એક કરતાં વધુ સ્થળોએ મતદાર યાદીમાં નોંધાયેલા હતા. ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થયા પછી લાયક મતદારો 16 ડિસેમ્બર થી અને 15 જાન્યુઆરી 2026 વચ્ચે ફરીથી અરજી કરી શકે છે.

લક્ષદ્વીપમાં 1,429 નામોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા

લક્ષદ્વીપમાં પુડુચેરીમાં SIR ની પ્રક્રિયા 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 57,813 નોંધાયેલા મતદારોમાંથી, 56,384 એ તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા હતા, જ્યારે 705 મતદારો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું, તેમજ 252 વ્યક્તિઓ અન્ય કારણોસર સ્થળાંતરિત થયા હતા અથવા અથવા નિવાસે ન હતા, મતદાર યાદીમાં 472 નામો ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું .નવી ડ્રાફ્ટ યાદીમાં 1,429 નામોને દૂર કરવામાં આવ્યા

પુડુચેરીમાં 1,03,467 નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં SIR ની પ્રક્રિયા 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. કુલ 1,021,467 નોંધાયેલા મતદારોમાંથી, 918,000 એ તેમના ફોર્મ સબમિટ કર્યા હતા, જે 89.87 ટકા છે. 20,798 મતદારો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું જયારે . 80,645 વ્યક્તિઓ સ્થળાંતરિત થયા હતા અથવા નિવાસે ન હતા. જયારે 2,024 નામો મતદાર યાદીમાં ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું છે. કુલ, 1,03,467 નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…SIR બાદ હવે વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીની મદદ લેવાશે, આ રીતે સોંપાશે કામગીરી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button