દેશભરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા માટે ચૂંટણી પંચે કવાયત હાથ ધરી

નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી પંચ સમગ્ર દેશમાં ટુંક સમયમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરુ કરી શકે છે. જેની માટે કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ મુજબ મતદાર ચકાસણી અને મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ઓકટોબર માસમાં દેશભરમાં શરૂ થઈ શકે છે.
30 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી
આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓની એક પરિષદમાં ચૂંટણી પંચના ટોચના અધિકારીઓએ આગામી દિવસોમાં SIR માટે તૈયાર રહેવા કહ્યું હતું. જો કે, વધુ સ્પષ્ટતા માટે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારતમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 થશે? જાણો ચૂંટણી પંચે શું કહ્યું
મતદાર યાદી હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ઉપલબ્ધ
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી કમિશ્નરોને મતદાર યાદીઓ તૈયાર કરવા સૂચના આપી છે. આ યાદીઓ છેલ્લા સુધારા પછી પ્રકાશિત કરવામાં આવી હતી. ઘણા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ છેલ્લા SIR પછી પ્રકાશિત થયેલી તેમની મતદાર યાદીઓ વેબસાઇટ પર અપલોડ કરી દીધી છે. દિલ્હીના ઈલેકશન કમિશનની વેબસાઇટ પર 2008 ની મતદાર યાદીઓ છે. ઉત્તરાખંડમાં છેલ્લો સુધારો વર્ષ 2006 માં હાથ ધરવામાં આવી હતી અને તે વર્ષ માટેની મતદાર યાદી હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : હવે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ આરોપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા
બિહાર પછી SIR દેશભરમાં હાથ ધરવામાં આવશે
ચૂંટણી પંચ દ્વારા બિહાર માટે વર્ષ 2003 ની મતદાર યાદીનો ઉપયોગ ડીપ રિવિઝન માટે કરવામાં આવી રહ્યો છે. જયારે મોટાભાગના રાજ્યોમાં છેલ્લો સુધારો વર્ષ 2002 અને 2004 ની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. તેમજ અગાઉના ડીપ રિવિઝનના આધારે વર્તમાન મતદાર યાદીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે બિહાર પછી SIR દેશભરમાં હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને જવાબ મળશે કે ચૂંટણીની તારીખો જાહેર થશે? ચૂંટણી પંચે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી…
આગામી વર્ષ 2026માં અનેક રાજયમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2026 માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ડીપ રિવિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદે વિદેશી ઇમિગ્રન્ટ્સને ચકાસણી કરીને દુર કરવાનો છે. બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિત વિવિધ રાજ્યોમાં ગેરકાયદે વિદેશી ઇમિગ્રન્ટ્સ પરના કડક પગલાંને ધ્યાનમાં રાખીને આ પગલું મહત્વપૂર્ણ છે.