નેશનલમનોરંજન

ચૂંટણી પંચ આ વખતે આ બોલિવુડ અભિનેતાને બનાવશે બ્રાન્ડ એમ્બેસેડર

ચૂંટણી પંચ આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને અભિનેતા રાજકુમાર રાવને તેના નેશનલ આઇકોન તરીકે જાહેર કરશે. આવતીકાલે 26 ઓક્ટોબરે રાજકુમાર રાવની નિમણુક કરવામાં આવશે.

અગાઉની ચૂંટણીમાં પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. તેમજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ નેશનલ આઇકોન બનાવવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના પાછળ મતદારોને મતદાન પ્રત્યે આકર્ષવાનો હેતુ છે.


વધુને વધુ લોકો મતદાન કરવા તરફ પ્રેરાય એ માટે પ્રખ્યાત સેલેબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચૂંટણી પંચની જાહેરાતમાં લોકોને મતદાન કરવા પ્રેરે છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં એમએસ ધોની, આમીર ખાન અને મેરી કોમ જેવા દિગ્ગજો ચૂંટણી પંચના નેશનલ આઇકોન હતા.

2014માં ચૂંટણી પંચે ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button