એક રિશ્તા ઐસા ભીઃ કોણ હતા મિસિસ કૌલ જે વાજપેયી સાથે રહેતા હતા પણ…

નવી દિલ્હીઃ રાજકારણીઓની વ્યક્તિગત જિંદગી પણ ફિલ્મ સેલિબ્રિટીની જેમ ખુલ્લી કિતાબ જેવી હોય છે. ઘણી વાતો મીડિયા સમક્ષ બહાર આવતી હોય છે અને પછી તેને ગમે તે રીતે લોકો મુલવતા હોય છે. દેશના લોકપ્રિય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનનો પણ એક એવો અધ્યાય છે જે લોકો સામે આવ્યો હતો, પરંતુ તેની પવિત્રતા સચવાઈ રહી છે તે ખરેખર આનંદની વાત છે.
અટલ બિહારી વાજપેયી આજીવન અપરિણિત રહ્યા, પણ તેમના જીવનમાં પણ કોઈ હતું જે તેમની સાથે ન હોવા છતાં તેમની સાથે હતા. આ મહિલાનું નામ છે રાજકુમાર હકસર જે પછીથી મિસિસ કોલ બન્યા. તેઓ વાજપેયીને ગ્વાલિયર કૉલેજમાં મળ્યા હતા અને બન્ને એકબીજાની ભાવનાઓને સમજતા હતા. જોકે તે સમયે એક યુવક અને યુવતીની મિત્રતા સ્વીકાર્ય ન હતી આથી બન્ને છૂટા પડી ગયા. તે બાદ રાજકુમારીના લગ્ન પ્રોફેસર બ્રિજનારાયણ કોલ સાથે કરવામા આવ્યા. રાજકુમારીનો પરિવાર સમૃદ્ધ કાશ્મીરી પંડિતનો પરિવાર હતો અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી સાથે સંબંધ પણ ધરાવતો હતો. આથી વાજપેયી અને રાજકુમારીના સંબંધો પર પૂણર્વિરામ મુકાયું અને બન્ને પોતાના જીવનમાં આગળ વધ્યા.
તે બાદ ખૂબ લાંબા અરસા બાદ રાજકુમારી જે હવે મિસિસ કોલ બની ગયા હતા તેમની અને વાજપેયીની મુલાકાત થઈ અને બન્ને ફરી મળ્યા. તે સમયે મિસ્ટર કોલ દિલ્હી કૉલેજમાં વૉર્ડ્ન હતા. વાજપેયીનું કૌલહાઉસમાં આવવાનું વધતું ગયું. તે બાદ વાજપેયી જ્યારે મોરરાજી દેસાઈની સરકારમાં વિદેશ પ્રધાન બન્યા ત્યારે આખો કૌલ પરિવાર તેમના નિવાસસ્થાને શિફ્ટ થઈ ગયો અને તેમની પુત્રી નમિતાએ વાજપેયીએ દત્તક લીધી. આ સંબધો છેક સુધી ચાલ્યા.
વાજપેયીના સૌમ્ય વ્યક્તિત્વને લીધે મીડિયાએ કોઈ દિવસ આ વાતને જરૂરતથી વધારે ઉછાળી નથી. મિસિસ કૌલે ક્યારેય આ મામલે કોઈ જાહેરમાં નિવેદન આપ્યું નથી, પણ એક સમયે જરૂર જણાય ત્યારે તેમણે એક ઈન્યરવ્યુમાં કહ્યું હતું કે મારો અને વાજપેયીનો સંબંધ એટલો પરિવક્વ છે કે લોકોની સમજ બહાર છે અને મારો મારા પતિ સાથેનો સંબંધ એટલો મજબૂત છે કે કોઈપણ જાતની અફવાઓ તેને અસર કરી શકે તેમ નથી. કમનસીબે વાજપેયી બીમાર હતા ત્યારે મસિસ કૉલનું દેહાંત થઈ ગયું. વાજપેયી તેમને અંતિમ વિદાય આપવા ન આવી શક્યા. તે બાદ વાજપેયીનું નિધન થયું ત્યારે તેમની પુત્રી નમિત્તાએ જ તેમને મુખાગ્નિ આપ્યો હતો.
જોકે રાજકીય નિષ્ણાંત અને લેખક વિજય સીતાપતિએ તેમના પુસ્તક જુગલબંદીઃ ધ બીજેપી બીફોર મોદીમાં લખ્યું છે કે મસિસ કૌલ સાથેના વાજપેયીના સંબંધોથી એક સમયે રાષ્ટ્રીય સ્વયં સેવર સંઘ અકળાયું હતું અને તેમને સંબંધ તોડવા પણ જણાવ્યું હતું, પરંતુ વાજપેયીએ ઈનકાર કરી દીધો હતો જ્યારે એલ કે અડવાણીએ નમિત્તા અને તેના પતિની અમુક બાબતો મામલે વાજપેયી સાથે વાત કરી નારાજગી વ્યક્ત કરી હતી. જોકે તેમના પુસ્તક અનુસાર વાજપેયીના સંમતુલિત અને પ્રખર વ્યક્તિત્વ અને સફળતા પાછળ મસિસ કૌલનો અમૂલ્ય ફાળો છે.