ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો જીતવા આઠ નેતાઓને જવાબદારી સોંપાઇ | મુંબઈ સમાચાર
નેશનલ

ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો જીતવા આઠ નેતાઓને જવાબદારી સોંપાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભા ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ૨૬ બેઠકોને ૩ જૂથમાં વહેંચી દેવામાં આવી છે. આ માટે આઠ નેતાઓને જવાબદારીઓ સોંપાઈ ચુકી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની ૨૬ માંથી ૨૬ બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં ગાંધીનગર ખાતે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૬ બેઠકોને ૩-૩ ના ક્લસ્ટર જૂથ બનાવાયા છે.

મળતી માહિતી મુજબ ૨૬ લોકસભા બેઠક માટે અલગ અલગ બેઠક પર અલગ અલગ વરિષ્ઠ પદાધિકારીઓને જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નરહરિ અમીન, આર.સી.ફળદુ, કે.સી.પટેલ. બાબુભાઈ જેબલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદીપ સિંહ જાડેજા – વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા – ભાવનગર, જૂનાગઢ, અમરેલી, આર સી ફળદુ – રાજકોટ, જામનગર, પોરબંદર, નરહરિ અમીન – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમિત ઠાકર – બનાસકાંઠા ,પાટણ ,કચ્છ બાબુભાઈ જેબલિયા – સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, કે સી પટેલ – અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ર્ચિમ, ગાંધીનગર જ્યોતિબેન પંડ્યા – સુરત નવસારી વલસાડ, બારડોલીની બેઠકની જવાબદારી આપવામાં આવી છે. જેની આગામી તા.૬ ઠ્ઠી જાન્યુઆરી મહત્ત્વની બેઠક મળશે. જેમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ તા.૨૫મી જાન્યુઆરીથી તા.૨૫ માર્ચ સુધી રામ મંદિરમાં એક મેગા અભિયાન ચલાવવામાં આવશે. રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક લોકોની મદદ માટે પાર્ટી દરેક સંભવ પ્રયાસ કરશે. આ ઉપરાંત બૂથ કાર્યકરોને રામ મંદિરના દર્શન કરવા માગતા લોકોનો સંપર્ક કરવા અને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button