
નવી દિલ્હી : દેશમા આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના બાદ ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં(Eid-ul-Fitr) આવે છે. આ દિવસ મુસ્લિમો માટે ખાસ છે. રવિવારે દેશમાં ઈદનો ચાંદ દેખાયો હતો ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે.
Greetings on Eid-ul-Fitr.
— Narendra Modi (@narendramodi) March 31, 2025
May this festival enhance the spirit of hope, harmony and kindness in our society. May there be joy and success in all your endeavours.
Eid Mubarak!
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ એક્સ પર ઈદની શુભકામના પાઠવતા લખ્યું કે, ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયા ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમામ પ્રયાસોમા ખુશી અને સફળતાની શુભેચ્છા, ઈદ મુબારક!
#UPCM @myogiadityanath ने ईद-उल-फ़ित्र के अवसर पर प्रदेशवासियों को हार्दिक बधाई और शुभकामनाएं दी हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) March 30, 2025
मुख्यमंत्री जी ने कहा कि ईद-उल-फ़ित्र का त्योहार खुशी और मेल-मिलाप का संदेश लेकर आता है।
खुशियों का यह त्योहार सामाजिक एकता को मजबूत करने के साथ ही, आपसी भाईचारे की भावना को…
સીએમ યોગી આદિત્યનાથે પણ ઈદની શુભકામના પાઠવી
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે રાજ્યના લોકોને ઈદની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ તહેવાર પર, દરેક વ્યક્તિએ સદ્ભાવના અને સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાજ્યના લોકોને હાર્દિક શુભકામના પાઠવી છે.
આ પણ વાંચો: રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…
ખુશીનો આ તહેવાર સામાજિક એકતાને મજબૂત બનાવે છે
મુખ્યમંત્રી કાર્યાલયે લખ્યું છે કે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે ખુશીનો આ તહેવાર સામાજિક એકતાને મજબૂત બનાવે છે અને પરસ્પર ભાઈચારાની ભાવના વધારે છે. આ તહેવાર શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપે છે. આ તહેવાર પર સદ્ભાવના અને સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી.