નેશનલ

Eid ul-Adha 2024: નોઈડામાં કલમ 144 લાગુ, હૈદરાબાદમાં કુરબાની અંગે કડક નિયમ…

બકરી ઈદને લઈ પોલીસ એલર્ટ

આવતીકાલે સોમવારે બકરી ઈદનો તહેવાર છે, દેશભર વસતા મુસ્લિમ બિરાદરો તહેવારની તૈયારીઓ કરી રહ્યા છે અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે. પશુ બજારોમાં બકરાની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. બકરીદને ઈદ-ઉલ-અઝહા(Eid ul-Adha) તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસ્લિમ ધર્મના સૌથી મોટા તહેવારોમાંના એકને લઈને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પશુઓના બલિદાન માટે નિયમો બનાવવામાં આવ્યા છે, પોલીસને પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની સુચના આપવામાં આવી છે.

બકરી ઈદને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજધાની લખનઉ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં પોલીસ એલર્ટ પર છે. લખનઉમાં, અધિકારીઓએ ભારે પોલીસ દળ સાથે પેટ્રોલિંગ કર્યું અને શહેરના સંવેદનશીલ વિસ્તારોની તપાસ કરી.

ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર પોલીસે બકરી ઈદ અને જ્યેષ્ઠ ગંગા દશેરાને ધ્યાનમાં રાખીને રવિવારથી બુધવાર સુધી નોઇડા અને ગ્રેટર નોઇડામાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 144 લાગુ કરી છે. પોલીસના આદેશ અનુસાર, જાહેર સ્થળોએ વિશેષ પરવાનગી વિના જાહેર પ્રાર્થના, પૂજા, સરઘસ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરીદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં મંગળ પર્વ અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે આ સમય કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર અને પ્રશાસનને 24 કલાક એક્ટિવ મોડમાં રહેવાની જરૂર છે.

મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું છે કે બકરી ઈદ પર બલિદાન માટેનું સ્થળ અગાઉથી નક્કી કરવું જોઈએ. વિવાદિત અથવા સંવેદનશીલ સ્થળો પર બલિદાન ન આપવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં પ્રતિબંધિત પ્રાણીઓનું બલિદાન ન આપવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ. તેમણે કહ્યું કે પરંપરા મુજબ નમાઝ નિર્ધારિત જગ્યાએ થવી જોઈએ. રસ્તાઓ પર નમાઝ ન કરવી જોઈએ. આસ્થાનું સન્માન કરો, પરંતુ કોઈ નવી પરંપરાને પ્રોત્સાહન ન આપો. જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરે તો તેની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

તેલંગાણામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. રાજધાની હૈદરાબાદમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે પ્રાણીઓની બલિ ચઢાવ્યા બાદ વધેલા ભાગોને મહાનગરપાલિકાએ ફાળવેલા ડસ્ટબિનમાં જ ફેંકવા રહેશે. હૈદરાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “લોકો વિનંતી છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ઈદનો આ તહેવાર એકસાથે ઉજવો. અમે આશા રાખીએ છીએ કે એકવાર પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે, ત્યાર બાદ કચરો GHMC ડબ્બામાં નાખવામાં આવશે, જેથી આપણા શહેરને સ્વચ્છ રાખી શકાય.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ