2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની લોકો પર શું Effect થઈ RBIએ જણાવી…
Reserve Bank Of India (RBI) દ્વારા 19મી મે, 2023ના 2000 રૂપિયાની કડકડતી ગુલાબી નોટ ચલણમાંથી બહાર કાઢવાની ઘોષણા કરવામાં આવી હતી અને હવે RBI દ્વારા જ આ નોટ અંગે મહત્ત્વની જાહેરાત કરી હતી. RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવી છે એની અસર હવે જોવા મળી રહી છે.
મળી રહેલાં આંકડાકીય માહિતી અનુસાર નવમી ફેબ્રુઆરીના પૂરા થયેલા અઠવાડિયામાં ચલણમાં મુદ્રા વૃદ્ધિના એક વર્ષ પહેલાં જે 8.2 હતી તે ઘટીને 3.7 ટકા થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચલણમાં મુદ્રા (CIC)નો સીધો સીધો સંબંધ ચલણમાં રહેલા ચલણી સિક્કા અને નોટો સાથે છે. બીજી બાજું જનતા પાસે રહેલી મુદ્રાનો સંબંધ બેન્ક પાસે રહેલી જમા રોકડને ઘટાડીને ચલણમાં રહેલાં નોટો અને સિક્કા સાથે હોય છે.
RBIના જણાવ્યા અનુસાર વાણિજ્યિક બેંકો પાસે રહેલી જમા મૂડીમાં જાન્યુઆરીમાં બે અંકની વૃદ્ધિ જોવા મળી છે અને એનું કારણ પણ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવી એ જ છે. સેન્ટ્રલ બેંક દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર આરક્ષિત મુદ્રાની વૃદ્ધિ નવમી ફેબ્રુઆરી, 2024ના ઘટીને 5.8 થઈ હતી જે એક વર્ષ પહેલાં સુધી 11.2 ટકા જેટલી હતી. આરએમમાં સીઆઈસી સિવાય આઈપબીઆ પાસે બેંકોમાં રહેલી જમા મૂડી અને સેન્ટ્રલ બેંક પાસે જમા અન્ય મૂડીનો સમાવેશ થાય છે.
નવેમ્બર, 2016માં નોટબંધીની ઘોષમા બાદ 2000 રૂપિયાની નોટને ચલણમાં લાવવામાં આવી હતી. સેન્ટ્રેલ બેંકે 19મી મે, 2023ના 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી. 31મી જાન્યુઆરી, 2024 2000 રૂપિયાની આશરે 97.5 ટકા નોટ બેંક પાસે પાછી આવી ગઈ હતી અને માત્ર 8.897 રૂપિયાની કિંમતની નોટ હજી પણ લોકો પાસે છે.