
નવી દિલ્હી : અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીઓ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઈડી 3084 કરોડની સંપત્તિઓ કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ કાર્યવાહી 31 ઓક્ટોબર 2025 ના રોજ PMLA કાયદા હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના બાંદ્રામાં તેમનું પાલી હિલ નિવાસ સ્થાન અને દિલ્હીમાં રિલાયન્સ સેન્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરીમાં અનેક જમીન પ્લોટ, ઓફિસો અને ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
યસ બેંકે રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને કોમર્શિયલ ફાઇનાન્સમાં રોકાણ કર્યું
ઈડીની તપાસમાં અનિલ અંબાણી ગ્રુપ દ્વારા બેંકો પાસેથી લીધેલા લોનનો દુરઉપયોગ કરવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડે લોકો અને બેંકો પાસેથી લીધેલા ભંડોળનો દુરુપયોગ કર્યો. જેમાં વર્ષ 2017-2019 ની વચ્ચે યસ બેંકે રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં આશરે 2965 કરોડ રૂપિયા અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ માં 2045 રોડ રૂપિયાનું રોકાણ કર્યું. આ રોકાણો પાછળથી તૂટી પડ્યા જેના કારણે બંને કંપનીઓ પર હજારો કરોડ રૂપિયાનું બાકી લેણું બાકી રહ્યું.
સેબીના નિયમોનું ઉલ્લંઘન
જેમાં ઇડીની તપાસમાં પ્રકાશમાં આવ્યું કે, સેબીના નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર નાણાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં પરોક્ષ રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નાણાં યસ બેંક દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા અને આ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
ઈડીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર કાર્યવાહી તેજ કરી
આ ઉપરાંત ઈડીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) કેસમાં કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. ઈડી રૂપિયા 13,600 કરોડથી વધુના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. જેમાં ગ્રુપ કંપનીઓને ટ્રાન્સફર કરાયેલી મોટી રકમ અને છેતરપિંડીથી જાળવી રાખેલી લોનનો સમાવેશ થાય છે. ઈડીએ કહ્યું છે કે આ કાર્યવાહી નાણા પરત મેળવવામાં મદદ કરશે.
આ પણ વાંચો…અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને મોટો ઝટકો: EDએ રિલાયન્સ પાવરના CFO અશોક કુમાર પાલની કરી ધરપકડ



