ઇડીએ બૅન્ક ફ્રોડ કેસમાં કેરળના રિયલ્ટી ગ્રૂપના પ્રમોટરની ૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કરી જપ્ત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે કથિત બૅન્ક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલી મની
લોન્ડરિંગ તપાસ હેઠળ કેરળ સ્થિત રિયલ્ટી ગ્રૂપ પ્રમોટરની ૩૦ કરોડ િરૂપયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ
એક્ટની જોગવાઈઓ હેઠળ હીરા ક્ધસ્ટ્રક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ, તેના મેનેજિંગ
ડિરેક્ટર અબ્દુલ રશીદ, તેમના ટ્રસ્ટ હીરા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સહયોગી કંપની હીરા સમર હોલિડે હોમ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંબંધિત કુલ ૬૨ સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે તેવું, કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ મિલકતોની કુલ કિંમત ૩૦.૨૮ કરોડ રૂપિયા છે.
ઇડીએ આરોપ લગાવ્યો હતો કે હીરા ક્ધસ્ટ્રક્શન્સ કંપની પ્રાઈવેટ લિમિટેડ,
રશીદ અને અન્ય આરોપીઓએ બૅન્ક પાસે
ગીરવે રાખેલી પ્રાથમિક અને કોલેટરલ સિક્યોરિટીઝને વેચીને તિરુવનંતપુરમમાં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાની કોવડિયા બ્રાન્ચને દગો આપ્યો હતો અને લોનની ચૂકવણીમાં “છેતરપિંડી પણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ આ ગુનાઓ કરીને ૩૪.૮૨ કરોડ રૂપિયાની “ગુનાની આવક એકઠી કરી હતી.