નેશનલ

મની લોન્ડરિંગ કેસમાં ઇડીનો સપાટો એનસીપીના સાંસદની ₹ ૩૧૫ કરોડની મિલકત જપ્ત

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, ઇશ્ર્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, રાજમલ લખીચંદ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, આરએલ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને મનરાજ જ્વેલર્સના પ્રમોટર પણ છે, તેમની સામે તથા તેમના પરિવાર અને વ્યવસાયો વિરુદ્ધ કથિત બૅન્ક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે જમીન, પવનચક્કી, ચાંદી અને હીરાના ઝવેરાત અને રૂ.૩૧૫ કરોડથી વધુની કિંમતની અસ્કયામતો જપ્ત કરી છે.

ફેડરલ એજન્સી દ્વારા શુક્રવારે જળગાંવ, મુંબઈ, થાણે, સિલ્લોડ (મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં) અને કચ્છ (ગુજરાત)માં સ્થિત ૭૦ સ્થાવર સંપત્તિઓને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં પ્રમોટર્સ ઈશ્ર્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, મનીષ ઈશ્ર્વરલાલ જૈન લાલવાણી અને અન્યો દ્વારા હસ્તગત કરાયેલી બેનામી મિલકતોનો સમાવેશ થાય છે, તેમ અહેવાલમાં જણાવાયું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત