નેશનલ

ઈડીએ ગેરકાયદે કોલસા કૌભાંડમાં 104.44 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હી : ઈડીએ ગેરકાયદે કોલસા કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં ઈડીએ 104.44 કરોડ રૂપિયાની સંપત્તિ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરી છે. આ કેસ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ ના લીઝ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખાણકામ અને કોલસા ચોરી સાથે સંબંધિત છે.

આ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટ અનુપ માંઝી ઉર્ફે લાલાના નેતૃત્વ હેઠળની સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. આ સિન્ડિકેટ મોટા પાયે ગેરકાયદે ખન્ન દ્વારા કોલસો કાઢતો હતો અને પછી તેને પશ્ચિમ બંગાળની અનેક ફેક્ટરીઓમાં પહોંચાડતી હતી.

ટ્રક ડ્રાઇવરોને નકલી ઇનવોઇસ અપાતા

આ સમગ્ર તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં સિન્ડિકેટ દ્વારા લાલા પેડ નામની નકલી ટ્રાન્સપોર્ટ ઇનવોઇસ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.

જેને ટેક્સ ઇનવોઇસ તરીકે રજૂ કરવામાં આવતા હતા.આ ટ્રક ડ્રાઇવરોને નકલી ઇનવોઇસ સાથે 10 કે 20 રૂપિયાની નોટ આપવામાં આવતી હતી. ડ્રાઇવર ટ્રક અથવા ડમ્પરની નંબર પ્લેટ સામે નોટ પકડી રાખતો તેનો ફોટો લેતો અને સિન્ડિકેટ ઓપરેટરને મોકલતો.

ત્યારબાદ આ જ ફોટો વોટ્સએપ દ્વારા પોલીસ અને રૂટ પરના અન્ય અધિકારીઓને મોકલવામાં આવતો જેથી વાહન રોકાય નહીં અથવા જો રોકાય તો તરત જ છોડી મુકવામાં આવે.

અંદાજિત કમાણી રૂપિયા 2,742 કરોડ

ઈડીના જણાવ્યા અનુસાર સિન્ડિકેટના રેકોર્ડમાં અંદાજે રૂપિયા 2,742 કરોડની ગેરકાયદેસર કમાણીનો ખુલાસો થયો છે. આ જપ્ત કરાયેલા રજિસ્ટર, ડિજિટલ ડેટા, ટેલી રેકોર્ડ અને વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે મોટા પાયે રોકડ વ્યવહારો અને હવાલા વ્યવહારો દ્વારા નાણાંની લોન્ડરિંગ કરવામાં આવી હતી.

અનોખા કોડનો ઉપયોગ કરીને હવાલા નેટવર્ક ચલાવાતું

ઈડીની તપાસમાં એક ભૂગર્ભ હવાલા નેટવર્કનો પણ પર્દાફાશ થયો. આ વ્યવહારો એક અનોખા કોડનો ઉપયોગ કરીને કરવામાં આવતા હતા. સામાન્ય રીતે 10 રૂપિયાની નોટનો સીરીયલ નંબર મેળવનારને મોકલતો હતો. પછી તે જ નંબર હવાલા ઓપરેટર દ્વારા બીજા શહેરમાં રહેતા વ્યક્તિને મોકલવામાં આવતો હતો.

જ્યારે રોકડ ડિલિવર કરવામાં આવતી હતી, ત્યારે મેળવનાર એ જ અનોખા નંબરવાળી નોટ બતાવીને પોતાની ઓળખ સાબિત કરતો હતો અને કોઈપણ બેંક રેકોર્ડ વિના રોકડ એકત્રિત કરતો હતો. આમ, કોઈપણ સત્તાવાર રેકોર્ડ વિના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button