પંજાબના બે ભૂતપૂર્વ પ્રધાનને ત્યાં ઇડીના દરોડા | મુંબઈ સમાચાર

પંજાબના બે ભૂતપૂર્વ પ્રધાનને ત્યાં ઇડીના દરોડા

નવી દિલ્હી: કથિત વન કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે પંજાબના બે ભૂતપૂર્વ વન પ્રધાન અને કૉંગ્રેસના નેતાઓ સાધુ સિંહ ધરમસોત અને સંગત સિંહ ગિલજિયન અને અન્યો સામે દરોડા પાડ્યા બાદ ઇડી દ્વારા ગુનાહિત દસ્તાવેજો, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની તપાસ રાજ્યના વન વિભાગમાં વૃક્ષ કાપવા અને વિભાગમાં ટ્રાન્સફર/પોસ્ટિંગ માટે પરવાનગી આપવા સામે લાંચ લેવાના આરોપો સાથે સંબંધિત છે.

પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ૩૦ નવેમ્બરે ધરમસોટ, ગિલજિયન, તેમના સહયોગીઓ, વન અધિકારીઓ અને કેટલાક ખાનગી વ્યક્તિઓના
રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ધરમસોત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અપ્રમાણસર સંપત્તિના સાથે કથિત જોડાયેલા કેસના ભાગરૂપે પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા આ વર્ષની શરૂઆતમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગિલજિયન હોશિયારપુર જિલ્લાની ઉરમાર સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

એજન્સીએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગનો કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો અને પંજાબ વિજિલન્સ બ્યુરોની એફઆઈઆરમાંથી ઉદ્ભવ્યો હતો.

એફઆઈઆરમાં વન વિભાગમાં કથિત ગેરરીતિઓ અને ખેર વૃક્ષો કાપવા, વિભાગમાં ટ્રાન્સફર/પોસ્ટિંગ, વિભાગ તરફથી એનઓસી જારી કરવા માટે પરવાનગી આપવા સામે વિભાગના સંબંધિત પ્રધાનો અને અધિકારીઓ દ્વારા લાંચ લેવાના આક્ષેપો સાથે સંબંધિત છે.

દરોડા દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો, મોબાઇલ ફોન્સ/ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે જે, પ્રાથમિક દૃષ્ટિએ, તપાસ હેઠળની વ્યક્તિઓ સાથે સંકળાયેલા “શંકાસ્પદ વ્યવહારો જાહેર કરે છે.

સંબંધિત લેખો

Back to top button