જમ્મુ અને કાશ્મીરમાં ઇડીના દરોડા
શ્રીનગર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં અઢીસો કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં છ સ્થળો દરોડા પાડ્યા હતા.
દરોડામાં જમ્મુ અને કાશ્મીર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેનનાં પરિસરનો સમાવેશ થાય છે.
આ છેતરપિંડીનો કેસ બોગસ જેલમ કોઓપરેટિવ હાઉસિંગ બિલ્ડીંગ સોસાયટીના નામે હતી.
સર્ચ અને જપ્તી માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ એજન્સીને આપવામાં આવેલી સત્તાઓ હેઠળ શ્રીનગરમાં એડીની ઓફિસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ બોગસ હાઉસિંગ સોસાયટીના ચેરમેન હિલાલ એ મીર, જે-કે સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના તત્કાલીન ચેરમેન મોહમ્મદ શફી ડાર અને અન્ય લોકો વિરુદ્ધ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
ઓગસ્ટ ૨૦૨૦માં ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.
એસીબીની તપાસ મુજબ, મીરે શ્રીનગરમાં જે-કે કો-ઓપરેટિવ બેંક દ્વારા કોઈપણ ઔપચારિકતાઓનું પાલન કર્યા વિના ₹. ૨૨૩ કરોડની લોન મંજૂર કરી હતી.