નેશનલ

હરિયાણા અને રાજસ્થાનમાં ડઝન જગ્યાએ ઇડીના દરોડા

નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ લૉરેન્સ બિશ્ર્નોઇ ગૅન્ગને લગતી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ વિરોધી તપાસના સંદર્ભે મંગળવારે હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા લૉરેન્સ બિશ્ર્નોઇ અને તેના સાથી સતવિન્દરસિંજ સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર સામે નોંધાવાયેલા પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) અને તહોમતનામાને પગલે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા અંદાજે ડઝન જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

લૉરેન્સ બિષ્નોઇ હાલમાં પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના પ્રકરણમાં જેલમાં છે.

લૉરેન્સ બિશ્ર્નોઇ અને તેની ટોળકીના સભ્યો ભારતમાં બળજબરીથી નાણાં પડાવીને અને કેફી પદાર્થો તેમ જ શસ્ત્રોની દાણચોરીથી નાણાં કમાઇને ભેગી કરેલી રકમ કેનેડા અને અન્ય દેશોમાં ખાલિસ્તાન-તરફી ટેકેદારોને મોકલતા હતા.

પંજાબના ફઝીલ્કાના રહેવાસી લૉરેન્સ બિશ્ર્નોઇને રાજસ્થાન પોલીસ દ્વારા અથડામણમાં પકડવામાં આવ્યો હતો અને ૨૦૧૪માં જેલમાં મોકલાયો હતો. તેને ૨૦૨૧માં
દિલ્હીની તિહાડ જેલમાં મોકલાયો હતો. બાદમાં, ૨૦૨૨ની ૧૪ જૂને પંજાબ પોલીસે તેને પકડ્યો હતો અને ગાયક સિધુ મૂસેવાલાની ૨૯ મેએ થયેલી હત્યાના કેસમાં જેલમાં મોકલાયો હતો.
વિવિધ રાજ્યની પોલીસ દ્વારા લૉરેન્સ બિષ્નોઇને પકડીને તપાસ હાથ ધરાતી હોવાથી તેની જેલ પણ બદલાતી રહે છે.

(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button