ટોપ ન્યૂઝનેશનલ

ઉચ્ચ અધિકારીઓ માટે ED એ આપ્યા આદેશ, વિના કારણ ભારતીય ન્યાય સંહિતા 61નો ઉપયોગ કરવાની મનાઈ…

નવી દિલ્હીઃ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 એટલે કે આઈપીસી 120 બીને લઈ ઈડીએ નવો આદેશ જાહેર કર્યો છે. ઈડીએ ટૉપ અધિકારીઓને મામલો નોંધતી વખતે ગુનાહિત કાવતરું એટલે કે કૉન્સપિરેસીનો બિનજરૂરી ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો છે. ઈડી સેકન્ડરી એજન્સી છે, જે પોતાના બળે કોઈપણ તપાસ હાથમાં ન લઈ શકે. ઈડી તથા અન્ય એજન્સીઓ એફઆઈઆરને આધાર બનાવીને ECIR નોંધાવી શકે છે.

આ પણ વાંચો : સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું, પ્રોમટર્સ પર લાદ્યા પ્રતિબંધ

સૂત્રો મુજબ, ઈડીના ડાયરેક્ટર રાહુલ નવીને તેમના આદેશમાં જણાવ્યું કે, પીએમએલએ એટલેકે પ્રિવેંશન ઑફ મની લોન્ડરિંગ એક્ટ ઘણો વિસ્તૃત છે. તેમાં આશરે 1500 ક્લૉઝ છે. પરિણામે BNS 61ના કારણે ક્લૉઝનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

ઈડી ડાયરેક્ટરે આપ્યો આવો આદેશ

નવેમ્બર 2023માં પાવના ડિબ્બર ફેંસલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 120બી માત્ર એક ગુનો નથી, તે પીએમએલએ લાગુ કરવા માટે પૂરતો નથી. માર્ચ 2024માં સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સામે ઈડીના પીએમએલએ મામલાને રદ્દ કર્યો હતો. ઈડીએ 2018ના આઈટીના નિષ્કર્ષ પર કેસ નોંધ્યો હતો. ઈડીએ આઈપીસીની કલમ 120બી ઉમેરીને પીએમએલએનો મામલો નોંધ્યો હતો. ડીકે શિવકુમારની સપ્ટેમ્બર 2019માં ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ 2019માં આરોપનામું દાખલ કર્યું હતું.

ડીકે શિવકુમારને 2019ના ઈડી મામલે રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ભ્રષ્ટાચાર મામલાને રદ્દ કરવાની તેમની નકારી હતી. સૂત્રો મુજબ, ઈડીએ આ મામલે વધુ સીબીઆઈ સાથે જોડાયેલો વધુ એક મની લોન્ડરિંગ મામલો નોંધ્યો હતો.2020માં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ રીતે રદ્દ થયો હતો કેસ

આ રીતે એપ્રિલ 2024માં સુપ્રીમ કોર્ટે અનિલ ટુટેજા અને તેના પુત્ર યશ ટુટેજા સામે પીએમએલએ અંતર્ગત મામલો હોવાનું કહી રદ્દ કર્યો હતો. છત્તીસગઢ શરાબ કૌભાંડમાં તેમની કોઈ ગુનાહિત આવક નથી તેમ કહ્યું હતું. જોકે ઈડીએ છત્તીસગઢમાં એક નવી એફઆઈઆર નોંધી હતી અને બાદમાં ટુટેજાની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. છત્તીસગઢ એસીબી ટુટેજાની પૂછપરછ કરતી હતી ત્યારે જ ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું અને ધરપકડ કરી હતી. આ બંને મામલામાં ઈડીએ પીએમએલએ સાથે બીએનએસની કલમ 61નો ઉપયોગ કર્યો હતો. પરંતુ કોર્ટમાં ઈડી તેમની સામે ગુનાહિત કાવતરું રચ્યાનો આરોપ સાબિત કરી શકી નહોતી.

આવી જ રીતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા સહિત મોટાભાગના આરોપીઓ સામે બીએનએસ 61 (જૂની 120બી) નો ઉપયોગ કર્યો હતો પરંતુ જામીનનો વિરોધ કરતી વખતે એજન્સી આરોપને સાબિત કરી શકી નહોતી. જે બાદ જેલમાં બંધ તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

આ પણ વાંચો : અલ્લુ અર્જુની મુશ્કેલીઓ વધી; પોલીસે બીજી નોટિસ મોકલી, આજે પૂછપરછ માટે સમન્સ

સૂત્રોનું માનીએ તો જો તલાશી દરમિયાન તેમને કોઈ વધારાના પૂરાવા મળે તો ઈડી પીએમએલએની કલમ 66(2) અંતર્ગત રાજ્ય પોલીસને પણ જાણકારી આપી શકે છે. રાજ્ય પોલીસ ત્યારે એફઆઈઆર નોંધી શકે છે અને ઈડી બાદમાં મની લોન્ડરિંગનો મામલો નોંધી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button