EDએ ચાર્જશીટમાં કેજરીવાલ અને AAPને બનાવ્યા આરોપી, લગાવ્યા આ ગંભીર આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીની લિકર પોલિસીના કથિત કૌભાંડના કેસમાં ઇડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે.
આ પણ વાંચો: Delhi Liquor Policy Case: ‘કેજરીવાલને ચૂપ રહેવાનો પણ અધિકાર છે’ બોલ્યા….
ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોર ગણાવ્યા છે. EDએ એવો પણ દાવો કર્યો છે કે કેજરીવાલને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી.
કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચેની વોટ્સ એપ ચેટની વિગતો પણ ઇડીએ ચાર્જશીટમાં આપી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છેો કે કે. કવિતાના પીએ વિનોદ મારફત ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને 25 કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી હતી. ઇડીએ દાવો કર્યો છે કે આ ચેટથી સાબિત થાય છે કે અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણ વચ્ચે સારા સંબંધો હતા. કોર્ટે EDની ચાર્જશીટની નોંધ લીધી અને કેજરીવાલને 12 જુલાઈ માટે સમન્સ મોકલ્યા છે.
આ પણ વાંચો: ED કેજરીવાલ સાથે ‘Most Wanted Terrorist’ જેવો કરે છે વર્તાવઃ કેજરીવાલની પત્નીનો દાવો
લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ તિહાર જેલમાં છે.