નકલી રજિસ્ટ્રી કેસમાં EDએ 18 સ્થળોએ દરોડા પડ્યા, આ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં અત્યાર સુધીના સૌથી મોટા ‘નકલી રજિસ્ટ્રી કૌભાંડ’ (Fake Registry Scam)કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મોટી કાર્યવાહી કરી છે, એક સાથે 18 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને આસામ એવામાં EDની ટીમ તપાસ કરી રહી છે. ભૂમાફિયાઓ, રજિસ્ટ્રી ઓફિસ સાથે જોડાયેલા સરકારી કર્મચારી-અધિકારીઓ, સરકારી વકીલો અને કેટલાક બિલ્ડરોના સ્થળો પર તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે જુલાઈ 2022માં દેહરાદૂન નકલી રજિસ્ટ્રી કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે 18 કેસ નોંધ્યા છે, આ મામલે 20થી વધુ આરોપીઓ જેલમાં છે. સાથે જ આ કેસમાં બે મોટા વકીલો પણ આરોપી છે.
EDની કાર્યવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે વિપક્ષી નેતાઓ:
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે તાજેતરમાં કહ્યું હતું કે એનડીએ સરકાર વિપક્ષી નેતાઓની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે EDનો ઉપયોગ કરી રહી છે. EDએ લાંબા સમય સુધી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી. આના દ્વારા તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈમાનદારી અને સત્ય સામે ઈડીને ઝુકવું પડ્યું.
કેન્દ્ર સરકાર હંમેશા આ આરોપોને નકારતી રહી છે. સરકારના કહ્યા મુજબ ED સંપૂર્ણપણે સ્વતંત્ર તપાસ એજન્સી છે અને જ્યારે પણ તેને ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગ કેસની માહિતી મળે છે, ત્યારે તે કાર્યવાહી કરે છે.
Also Read –