EDએ દિલ્હી AAPના વિધાનસભ્યની ધરપકડ કરી, આ કેસમાં લાગ્યા છે ગંભીર આરોપ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ વધુ એક આમ આદમી પાર્ટી(AAP) નેતાની ધરપકડ કરી છે, ઓખલા વિધાનસભા સીટ પરથી AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાન(Amanatullah Khan)ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમના ઘરે દરોડા પડયા બાદ ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી વક્ફ બોર્ડમાં નિમણૂકો અને બોર્ડની મિલકતોને લીઝ પર આપવામાં થયેલી કથિત અનિયમિતતાના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી છે.
આજે વહેલી સવારે EDના અધિકારીઓ અમાનતુલ્લા ખાનના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં અમાનતુલ્લા ખાને લખ્યું હતું કે EDના અધિકારીઓ તેમની ધરપકડ કરવા પહોંચ્યા છે.
અગાઉ પણ ED આ કેસમાં અમાનતુલ્લાની ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે. જ્યારે તપાસ EDની ટીમ અમાનતુલ્લા ખાને ખાનના ઘરે પહોંચી ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો.
AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Sanjay Singh) દરોડાનો એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને EDની તાનાશાહી ચાલુ છે.
નોંધનીય છે છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ લીકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલા અને અન્ય કેસમાં જેલમાં ગયા છે, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.