નેશનલ

ઈડીએ પંજાબમાં આપના વિધાનસભ્યની કરી ધરપકડ, જાણો શું છે મામલો?

અમરગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં જાહેરસભામાંથી આપના વિધાનસભ્યની ઈડીએ ધરપકડ કરી હતી. બેંક ફ્રોડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં વિધાનસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

માલેરકોટલામાં યોજાયેલી જાહેર સભામાંથી ઈડીના અધિકારીઓ દ્વારા જસવંત સિંહ ગજ્જર માજરાની ધરપકડ હતી. તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે, એમ ઈડીના અધિકારીએ જણાવ્યું હતું.

અમરગઢ વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય ગજ્જન માજરાએ ભૂતકાળમાં તેમને જારી કરાયેલા અનેક સમન્સની અવગણના કરી હતી, તેથી અધિકારીઓએ તેમની અટકાયત કરી હતી અને પછી પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આમ આદમી પાર્ટી (આપ)ના પંજાબના પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે કહ્યું હતું ગજ્જન માજરાને જે રીતે ઈડી દ્વારા જાહેર સભામાંથી ઝડપી લેવામાં આવ્યો તે પાર્ટીને બદનામ કરવાની ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની રાજનીતિ દર્શાવે છે.
વિધાનસભ્ય આપમાં જોડાતા પહેલા જ કેસનો સામનો કરી રહ્યા હતા. સીબીઆઈએ ગયા વર્ષે મે મહિનામાં રૂ. 40 કરોડની કથિત બેંક છેતરપિંડીના સંદર્ભમાં ગજ્જન માજરા સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઈડીએ કથિત બેંક લોન છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે ગજ્જન માજરા સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button