નેશનલ

મતદાર યાદી માટે કોંગ્રેસની અરજી પર 3 મહિનામાં નિર્ણય લેવાશે: ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું…

નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટને ભારતના ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ૨00૯ અને ૨0૨૪ વચ્ચે હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણી માટે મતદાર યાદીની માંગ કરતી કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાની રજૂઆત પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેશે.

Also read : PM Modi એ કહ્યું જે હવે એ ફોર આસામ વાંચવાનો સમય પાકી ગયો, આસામ ટી 200 વર્ષ જૂની બ્રાંડ

જસ્ટિસ જ્યોતિ સિંહે ભારતના ચૂંટણી પંચ (ઇ સી આઇ)ના વકીલની રજૂઆતને રેકોર્ડ કરી હતી, જેમણે કહ્યું હતું કે ૨00૯થી સંબંધિત વિગતો હોવાથી, તાત્કાલિક નિર્ણય લેવાનું શક્ય નથી અને ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો.

“તે મુજબ, આ રિટ પિટિશનનો નિકાલ કેસની યોગ્યતામાં પ્રવેશ્યા વિના ઇ સી આઇના રેકોર્ડ પર સ્ટેન્ડ લઈને કરવામાં આવે છે કે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજની રજૂઆતનો નિર્ણય શક્ય તેટલી ઝડપથી લેવામાં આવશે અને આજથી ત્રણ મહિના પછી નહીં,” એમ કોર્ટે કહ્યું હતું.

સુરજેવાલાના વકીલ અભિષેક સિંઘવીએ રજૂઆત કરી હતી કે ૨00૯ અને ૨૦૨૪ વચ્ચે હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાર યાદીની સપ્લાયની માંગ કરતી ૨૯ ડિસેમ્બર ૧૦૧૪ની રજૂઆતનો નિર્ણય ઇ સી આઇએ લીધો નહોતો.

સિંઘવીએ જણાવ્યું હતું કે, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ, ઇ સી આઇ દ્વારા સંબંધિત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને સંબોધીને એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. જો જરૂરી હોય તો, સાંસદને તક આપ્યા પછી બોલવાનો આદેશ પસાર કરીને કાયદા અનુસાર પ્રતિનિધિત્વ નક્કી કરો, પરંતુ રજૂઆત નક્કી કરવા માટે કોઈ સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો ન હતો, એમ વરિષ્ઠ વકીલે ઉમેર્યું હતું.

ચોક્કસ સમય મર્યાદા માટે કોર્ટના પ્રશ્ન પર, ઇ સી આઇનાં વકીલે કહ્યું કે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લેવામાં આવશે. સિંઘવીએ પછી કહ્યું, “મેં આનો ઉલ્લેખ કર્યો તેનું એકમાત્ર કારણ એ હતું કે હવે અમે જવાબ આપીશું એમ કહેવા માટે તેમને જવાબ આપવામાં બે મહિના લાગ્યા છે. બે મહિનામાં તેઓએ કહ્યું છે કે અમે હવે જવાબ આપવા માટે વધુ સમય લઈશું. જો તે શક્ય તેટલી ઝડપથી સમય મર્યાદાની તેમની સમજ છે, તો તે એલિસ ઇન વન્ડરલેન્ડની સમય મર્યાદા જેવું હોઈ શકે છે.”

સુરજેવાલાની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પહેલા, દરમિયાન કે પછી કોઈપણ તબક્કે ચૂંટણી પ્રક્રિયાની ચકાસણી અને જવાબદારી માટે સક્ષમ હોવા સાથે ઇ સી આઇ તેની કામગીરીમાં અત્યંત પારદર્શિતા સુનિશ્ચિત કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

Also read :CAG રીપોર્ટમાં કેજરીવાલ સરકાર અંગે મોટા ઘટસ્ફોટ; કૌભાંડને કારણે થયું મોટું નુકશાન

“આ રીતે, તે અનિવાર્ય છે કે ચૂંટણી પંચ રાજકીય પક્ષોને પંચ દ્વારા વર્ષોથી એકત્રિત કરવામાં આવેલા ડેટાની ચકાસણી કરવાની મંજૂરી આપે જેથી કરીને ખાતરી કરી શકાય કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અસ્પષ્ટ વિસંગતતાઓ નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button