શું તમે પણ 9-5ની નોકરી કરો છો? તો આ તમારી માટે છે…
જેઓ 9-થી-5નું વ્યસ્ત કોર્પોરેટ જીવન જીવે છે તેઓ ઘણીવાર તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી શકતા નથી. તેઓ પૌષ્ટિક ખાવા માટે પણ સમય ફાળવી શકતા નથી. તેઓ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. જો તમે પણ 9-5ની નોકરી કરો છો, તો અમે અહીં તમારા માટે ફૂડ ગાઈડ લાવ્યા છીએ. ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે તમારે દરરોજ અમુક ખોરાક ચોક્કસ ખાવા જોઈએ જે ‘તમારી ઉત્પાદકતામાં વધારો કરી શકે અને તમારી આરોગ્ય સુખાકારી જાળવી શકે.
તમારે સવારે 10-11 વાગ્યાની આસપાસ છાશનું સેવન કરવું જોઇએ. તે એક કુદરતી પ્રોબાયોટિક છે જે પ્રોટીનથી ભરપૂર છે, જે તમારા ઊર્જા સ્તરને સ્થિર રાખે છે. તેનાથી હાઇડ્રેશનને પણ બુસ્ટ મળે છે, એમ ન્યુટ્રિશનિસ્ટો કહે છે. જ્યારે વ્યક્તિ કામમાં વ્યસ્ત હોય અને પોતાને હાઇડ્રેટ કરવાનું ભૂલી જાય. એવા સમયે છાશના સેવનથી શરીરને હાઇડ્રેશન રાખવામાં મદદ મળે છે.
ઑફિસમાં બપોરના લંચ બાદ તમને સુસ્તીનો અનુભવ થઇ શકે છે. જો તમે બપોરની આળસથી બચવા માંગતા હો, તો લંચ પછી ફુદીનાની ચાનું સેવન કરો. તમને તાજગીનો અહેસાસ થાય છે. તે ખોરાકના પાચનમાં મદદ કરે છે, એસિડિટી સામે લડવામાં મદદ કરે છે. પણ જ્યારે વ્યક્તિ ચા અને કોફીનું વધુ પડતું સેવન કરે છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. આ ફુદીનાની ચા આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને કોઈપણ પ્રકારની અગવડતાને અટકાવીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
બનાના
આ ફળ સવાર કે બપોરનો નાસ્તો છે. તે માનસિક સતર્કતા અને શારીરિક ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. કેળા પોટેશિયમ અને કુદરતી શર્કરાથી ભરપૂર છે. તે સતત એકાગ્રતાને ટેકો આપે છે અને ઉર્જા બુસ્ટ આપે છે.
શેકેલા ચણા
મધ્ય-બપોરનો બીજો તંદુરસ્ત, બપોરના ભોજન પહેલાનો નાસ્તો, શેકેલા ચણા ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને સતત ઊર્જાના સ્તરને ટેકો આપે છે. તે એક સ્વસ્થ નાસ્તો છે જે તમને ભરપૂર રાખે છે. ચણા બ્લડ સુગરને સ્થિર કરવામાં પણ મદદરૂપ થાય છે.
પિસ્તા
ન્યુટ્રિશનિસ્ટના મતે, મોડી-બપોરે તમારે પિસ્તા ખાવા જોઇએ. તે આદર્શ નાસ્તો છે. પિસ્તા તંદુરસ્ત પ્રોટીન, ચરબી અને એન્ટીઑકિસડન્ટોથી ભરેલા છે. પિસ્તા હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને તંદુરસ્ત બ્લડ સુગરના સ્તરને જાળવી રાખે છે.
તેથી હવેથી રોજ તમારા 9-5ના વ્યસ્ત જીવનમાં ઉપર જણાવેલા ખોરાક ખાવાની આદત પાડો, આદર્શ જીવનશૈલી અપનાવો અને તંદુરસ્ત રહો.
Also Read –