નેશનલ

દિલ્હીની ધરતી ફરી ધ્રુજી, આટલી તીવ્રતાનો આંચકો અનુભવાયો

નવી દિલ્હી: આજે ફરી એકવાર દિલ્હીની ધરતી ધ્રુજી હતી, આજે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. છેલ્લા સાત દિવસમાં દિલ્હી-એનસીઆરમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં હતું.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સોમવારે 11.46 વાગ્યે દિલ્હીમાં હળવો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 માપવામાં આવી હતી, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી લોકોને જાણ થઇ ન હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ દિલ્હીમાં હતું. આ ભૂકંપ જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તીવ્રતા ખૂબ ઓછી હોવાથી, કોઈ નુકસાન થયું ન હતું.

આ પણ વાંચો : દિલ્હીના આ તળાવ પાસે હતું ભૂકંપનું કેન્દ્ર બિંદુ

એક દિવસ પહેલા જ ગાઝિયાબાદમાં હળવો ભૂકંપ આવ્યો હતો, જ્યારે ગયા સોમવારે ધૌલા કુઆ નજીક રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે સમગ્ર NCRમાં લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. 4 ની તીવ્રતા અને જમીનથી માત્ર 5 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આ ભૂકંપને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ધરતી ધણધણી ઉઠી હતી. સવારે લગભગ 5:36 વાગ્યે આવેલા ભૂકંપથી મોટાભાગના લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button