Delhi માં અન્ય એક દુર્ઘટના, વહેલી સવારે રેસ્ટોરન્ટમાં આગ લાગી, 5 લોકો ઘાયલ
નવી દિલ્હી : દિલ્હીથી(Delhi) સતત કોઈને કોઈ અકસ્માતના સમાચારો સામે આવી રહ્યા છે. ગઈ કાલે જ જૂના રાજેન્દ્ર નગરમાં ભોંયરામાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી ત્રણવિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યાર આજે હવે દિલ્હીની આઈએનએ માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હીના INA માર્કેટમાં ફાસ્ટ ફૂડની દુકાન અને રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આ આગમાં દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને લગભગ 5 લોકો ઘાયલ પણ થયા હતા.
શું છે સમગ્ર મામલો?
દિલ્હી ફાયર સર્વિસના સ્ટેશન ઓફિસર મનોજ મેહલાવતે માહિતી આપી છે કે સોમવારે સવારે 3.20 વાગ્યે ચાઈનીઝ ફૂડ કોર્નર અને એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આગ બુઝાવવા માટે 7-8 ફાયર ટેન્ડરો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
આગ કેવી રીતે લાગી?
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું છે કે દુકાનોમાં આગ લાગવાની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ફાસ્ટ ફૂડ કોર્નરનો માલિક પણ સામેલ છે. ફાયર સર્વિસે કહ્યું કે આગ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આગ વધી શકી હોત પરંતુ સમયસર કાબુ મેળવી લેવાયો હતો.
આ પૂર્વે વેજ ગુલાટી રેસ્ટોરન્ટમાં પણ આગ લાગી હતી
તાજેતરમાં, બુધવારે દિલ્હીના ઈન્ડિયા ગેટ નજીક પંડારા રોડ માર્કેટમાં પ્રખ્યાત વેજ ગુલાટી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ રેસ્ટોરન્ટના કેટલાક ફર્નિચર અને અન્ય વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. રેસ્ટોરન્ટમાં આગની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગમાં કેટલાક ફર્નિચર અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
Also Read –