મહિલાએ ઓનલાઇન મંગાવ્યો Ice Cream,બોક્સ ખોલતાં ચોંકી ગયો પરિવાર
નોઈડાઃ દેશમાં થોડા દિવસોથી આઈસક્રીમ(Ice Cream)સમાચારોમાં છે. જેમાં થોડા દિવસો પૂર્વે મહારાષ્ટ્રના મલાડમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી મળી આવી હતી. હવે આવી જ એક ઘટના દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં(Noida)બની છે. અહીં એક મહિલાએ બ્લિંકિટથી આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ આઈસ્ક્રીમનું બોક્સ ખોલીને જોતાં જ તે ચોંકી ગઇ હતી.
ઢાંકણની અંદર એક કાનખજૂરો દેખાયો
જેમાં નોઈડાના સેક્ટર-12માં રહેતી એક મહિલાએ શનિવારે સવારે બ્લિંકિટ પરથી આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે આઈસક્રીમનું બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે ઢાંકણની અંદર એક કાનખજૂરો દેખાયો. આ જોઈને આખો પરિવાર ચોંકી ગયો. આ ઘટના બાદ પીડિતાએ બ્લિંકિટને ફરિયાદ આપી છે. આ પહેલીવાર નથી જ્યારે આઈસ્ક્રીમમાં આવું કંઈક જોવા મળ્યું હોય. આ અગાઉ મહારાષ્ટ્રમાં એક કપાયેલી આંગળી મળી આવી હતી અને હવે નોઈડામાં કાનખજૂરો નીકળ્યો છે.
Also Read –