ઈ-વ્હિકલના શોખિનો સાવધાન, બનાસકાંઠાના ડીસામાં સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે થયો ધડાકો
બનાસકાંઠા: લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે, બનાસકાંઠાના ડીસામાં બેટરીથી ચાલતી જાણીતી કંપનીની સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે ધડાકાભેર થયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા. જોકે ચાર્જિંગ દરમિયાનના બેટરી ફૂટી હોવાથી તેની નજીક કોઈ ન હોવાથી નસીબ જોગે જાનહાનિ ટળી હતી. પરંતુ આવા બેટરીથી ચાલતા વાહનો કેટલા સુરક્ષિત છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ડીસાના બજરંગ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ માળીએ દોઢ વર્ષ પહેલાં 76 હજાર રૂપિયાની કિંમતની જોય કંપનીની ઈ-બાઈક ખરીદી હતી. આ ઈ-બાઇકની સ્પીડ 35 થી વધુ નથી અને ઇંધણની બચત થતી હોય તેવો એ કંપનીમાં વિશ્વાસ કરી આ ઇ-બાઈક ખરીદી હતી. જોકે મહેશભાઈ માળીની દીકરી કામ અર્થે જવાનું હોય, ઈ-બાઇક સ્ટાર્ટ કરતા તેની બેટરી ડિસ્ચાર્જ થવા લાગી હતી. જેથી આ દીકરીએ બેટરી ચાર્જિંગમાં મૂકી હતી. જોકે ચાર્જિંગ દરમિયાન બોમ્બ ફાટ્યો હોય તે રીતે આ બેટરી બ્લાસ્ટ થઈ હતી. તેથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને રાહત મદદ પહોંચાડી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહેશભાઈ માળીના જણાવ્યા મુજબ, ઘરની ગેલેરીમાં જ બાઈકમાં આગ બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને ઈ-બાઈકના માલિકે કહ્યું હતું કે, સદનસીબે બેટરી ચાર્જિંગમાં હતી અને આ ઘટના બની હતી. જો મારી દીકરી ઈ-બાઇક લઈને નીકળી હોત અને રસ્તામાં ચાલુ ઈ-બાઈકે બેટરી ફાટી હોત તો કદાચ અમે મારી દીકરી ગુમાવી દીધી હોત માટે હું આવા ઇ-બાઇકોને જીવતા બૉમ્બ ઘણી રહ્યો છું, જોકે આ બાબતે મેં કંપનીને જાણ કરી છે. અને જો આવી હલકી અથવા ખરાબ બેટરીઓ જો ગ્રાહકોને આપી હોય તો એ બદલી દેવાની તેમજ સમય અંતરે આવા ઇ-બાઇકોનું ટેસ્ટિંગ થાય તેવી માંગ કરી છે.
ડીસામાં મહેશભાઈએ જ્યાંથી ઈ-બાઇક ખરીદ્યું હતું, તે શો રૂમ બંધ થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ પ્રકારની ઈ બાઈકમાં લિથિયમ-આયન બૅટરી અથવા લિ-આયન તરીકે વધુ જાણીતી બૅટરી ઉપયોગમાં લેવાય છે. તે આજે ઉપયોગમાં લેવામાં આવતી બૅટરીના સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે. આ બૅટરીનો ઉપયોગ મોબાઇલ ફોન અને લૅપટૉપ જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો: Explosion in Tamil Nadu : તમીલનાડુ ફટાકડા ફેકટરીમાં સર્જાયું મોતનું તાંડવ : ભયંકર વિસ્ફોટમાં 10નાં મોત
જો કે, ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં વધી રહેલા પ્રદૂષણ અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઈ-બાઈકને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આ કારણે હવે ઘણા લોકો પોતાની જરૂરિયાત મુજબ ઈ-બાઈક ખરીદે છે. ઈ-બાઈકમાં લગાવેલી બેટરી ચાર્જ કરવાની રહેશે. પરંતુ જ્યારે ચાર્જિંગ દરમિયાન બેટરી વિસ્ફોટ જેવી ઘટનાઓ બને છે ત્યારે તેમની સુરક્ષાને લઈને લોકોમાં અનેક સવાલો ઉભા થાય છે.