નેશનલ

Dwarka bus Accident: દ્વારકા નજીક દર્શનાર્થીઓથી ભરેલી બસ પલટી, 1ની મોત, 8 ઘાયલ

દ્વારકા: દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા દર્શનાર્થીઓથી ભરેલી બસ દ્વારકા નજીક બરડીયા ગામ પાસે પલટી જતા ગંભીર અકસ્માત(Dwarka bus accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક દર્શનાર્થીનું મોત થયું છે, જયારે 8 લોકોને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના આજે શનિવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં બની હતી.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ એ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહેવાલો મુજબ આ માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, વડોદરા અને ભરૂચનાં દર્શનાર્થીઓ ખાનગી બસમાં દ્વારકા અને સોમનાથના પ્રવાસે નીકળ્યા હતા. બસ સોમનાથ થી દ્વારકા તરફ જઈ રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ પલટી ગઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button