Mysore Palace માં બે હાથી વચ્ચે થઈ લડાઈ, રોડ પર આવી જતા લોકો જીવ બચાવ્યા ભાગ્યા, વિડીયો વાયરલ
મૈસુર : કર્ણાટકના મૈસુર પેલેસના(Mysore Palace) ગેટ પર એવી ઘટના બની છે જેને જોઇને સૌ કોઇને નવાઇ લાગશે . કારણ કે મૈસુર પેલેસ સ્વભાવે શાંત માનવામાં આવતા અને બુદ્ધિશાળી એવા હાથીઓ વચ્ચે લડાઈ જોવા મળી. જેમાં ગુસ્સે થયેલા હાથીઓ વધુ ખતરનાક નજર આવતા હતા. જેમાં 20 સપ્ટેમ્બરની રાત્રે પેલેસના ગેટ પર બે ગુસ્સે ભરાયેલા હાથીઓ અચાનક એકબીજા સાથે લડતા જોવા મળ્યા આ ઘટનાથી સમગ્ર વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બે હાથીઓના ગુસ્સાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામાન્ય લોકો પણ તેને જોઈને ડરી ગયા હતા. આ વીડિયોમાં એક હાથી બીજા હાથીનો પીછો કરતો જોવા મળી રહ્યો છે. જેમાં બંને હાથીઓ ગુસ્સામાં જોવા મળે છે. મૈસુર પેલેસના ઈસ્ટર્ન ગેટ પર બનેલી ઘટનાને જોઈને લોકો ડરી ગયા હતા.
ધનંજય અને કંજન એકબીજા સાથે લડ્યા
જે બે હાથીઓ વચ્ચે આ લડાઈ થઈ હતી તેમના નામ ધનંજય અને કંજન છે. ધનંજયની ઉંમર 43 વર્ષ અને કંજનની ઉંમર 25 વર્ષની હોવાનું કહેવાય છે. જમવા સમયે બંને વચ્ચે લડાઈ થઇ હતી. તેનો મહાવત પણ ધનંજય પર સવાર હતો. અચાનક ધનંજયે કંજનનો મુકાબલો શરૂ કર્યો. તેનાથી બચવા કંજન બહાર દોડી ગયો. ધનંજય પણ તેની પાછળ દોડવા લાગ્યો. પહેલા બંને મહેલની શેરીઓમાં દોડતા હતા પછી કંજન રસ્તા પર બહાર આવ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાંના લોકો ડરી ગયા. જો કે ધનંજય પર સવાર મહાવતે સમયસર બંને હાથીઓને કાબૂમાં લીધા અને તેમને પાછા લાવ્યા. હવે દશેરાના તહેવાર માટે બંનેની ટ્રેનિંગ ફરી શરૂ થઈ ગઈ છે.
મૈસુરમાં દશેરા ઉત્સવનું અનેરું મહત્વ
મૈસુરમાં દશેરાનો તહેવાર ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે. જે સંપૂર્ણ દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. મૈસુરનો રાજવી પરિવાર અને કર્ણાટક સરકાર આ દશેરા સાથે મળીને ઉજવે છે. આ પ્રસંગે સમગ્ર મૈસુર શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. કહેવાય છે કે આ અવસર પર મૈસુર શહેર એક લાખ દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠે છે. આ તહેવારમાં સુશોભિત હાથીની સવારી પણ નીકળે છે.