નેશનલ
Haryana Government crisis: દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલને પત્ર લખી કરી ફ્લોર ટેસ્ટની માગણી

ચંદીગઢઃ હરિયાણાની ભાજપ સરકારમાંથી ત્રણ અપક્ષ વિધાનસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધા બાદ જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલને પત્ર લખી ફ્લોર ટેસ્ટની માગણી કરી છે.
સાતમી મેના રોજ ત્રણ અપત્ર ઉમેદવારે અચાનક પોતાનું સમર્થન પાછું ખેંચતા સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી અને પડવાની સંભાવના હતી. આ ત્રણેય વિધાનસભ્યએ કૉંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું.
હવે ચૌટાલાએ રાજ્યપાલને પત્ર લખી ફ્લોર ટેસ્ટની માગણી કરતા મામલો ફરી ગરમાયો છે.
એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને રાજકીય માહોલ આક્રમક છે જ્યારે બીજી બાજુ હરિયાણાની ભાજપ સરકાર પર અચાનક સંકટના વાદળો ઘેરાતા પક્ષ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્યપાલ ચૌટાલાની અપીલ માન્ય રાખે છે કે નહીં.