નેશનલ

દુબઈમાં ધોધમાર વરસાદ પડતાં હવાઈ ઉડ્ડયનો ખોરવાયા

દુબઈ : દુબઈ અને સંયુકત આરબ અમીરાતના વ્યાપક વિસ્તારોમાં શનિવારે જોરદાર વરસાદ પડતાં પૂર આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની દૃષ્ટિએ સૌથી વ્યસ્ત દુબઈ હવાઈમથકના ઉડ્ડયનો ખોરવાઈ ગયા હતા. છ કલાકમાં દુબઈમાં લગભગ 50 મિલિમીટર (બે ઈંચ) વરસાદ પડ્યો હતો. જે દેશમાં વરસાદની વાર્ષિક સરેરાશ 120 મિલિમીટર છે ત્યાં આટલો વરસાદ પડવો અસામાન્ય વાત છે. સત્તાવાળાઓએ તૂટી પડેલા ઝાડોને હટાવવા તેમ જ ગટરની જાળી ખોલવા કર્મચારીઓને મોકલ્યા હતા, પરંતુ વરસાદને લીધે અમુક વિસ્તારોમાં પૂર આવ્યું હતું.
દુબઈ પોલીસે એક મોટા હાઈવેના અમુક ભાગને પરિવહન માટે બંધ કરી દીધો હતો. વાહનો ગોકળગાયની ગતિએ ચાલ્યા હતા. બપોરે આકાશમાંં વાદળાઓના ગડગડાટ અને વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને લીધે દુબઈ આતંરરાષ્ટ્રીય હવાઈમથકની અનેક ફલ્ાાઈટ રદ કરાઈ હતી, બીજે વાળવામાં આવી હતી અથવા મોડી પડી હતી. સત્તાવાળાઓએ લોકોને આ વરસાદ અંગે એક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી અને આ વરસાદનો સામનો કરવા ઈમરજન્સી સેવાઓને સાબદી કરી હતી. આ રણપ્રદેશમાં વરસાદ ભાગ્યે જ પડે છે અને પડે તો શિયાળાના ઠંડા મહિનાઓમાં જ પડે છે. (એજન્સી)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button