નેશનલ

દિલ્હીના મુખ્યપ્રધાને આ કારણે સની દેઓલ પર સાધ્યો નિશાનો…

નવી દિલ્હીઃ આજે શનિવારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગંવત માને ગુરદાસપુરમાં બાબા બંદાસિંહ બહાદુર આંતરરાજ્ય બસ ટર્મિનલ અને રેલવે અંડરપાસનું ઉદ્ધાટન કર્યું હતું આ આ દરમિયાન જાહેરસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે ભાજપના સાંસદ એક્ટર સની દેઓલ પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહી તેમણે આગામી લોકસભા ચૂંટણી અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.

કેજરીવાલે અને ભાજપના સાંસદ અને બોલીવુડના જાણીતા અભિનેતા સની દેઓલ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, તમે લોકોએ સની દેઓલને મત આપીને પસંદ કર્યા પણ ક્યારે તેઓ આવ્યા, તેમણે શું કર્યું અને તમે એમનો ચેહરો જોયો, કે પછી તેઓ અહીં ક્યારેય નથી આવ્યા જ નથી? તમને શું ફાયદો થયો? તમને કદાચ એવું લાગ્યું હશે કે બહુ મોટા અભિનેતા છે કે તેમને મત આપીશું તો તેઓ કંઈક કરશે, પરંતુ તમને જણાવીએ કે આ મોટા મોટા લોકો કંઈ જ કરવાના નથી. આ કારણે જ હું તમને કહી રહ્યો છું કે આમ આદમીને મત આપો, જ્યારે ઘરમાં જરૂર પડશે તો આમ આદમી જ કામ આવશે, ફોન તો ઉઠાવશે.

આગળ પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે એવું પણ કહ્યું હતું કે, મને નથી લાગતું કે પંજાબે આજ પહેલા ક્યારેય આ પ્રકારના વિકાસની ક્રાંતિ જોઈ હશે… આજે એક જ લોકસભામાં 1850 કરોડ રૂપિયાથી કામ શરૂ થઈ રહ્યું છે. છેલ્લા 75 વર્ષનું કામનો સમાવેશ પણ જો કરીએ તો પણ અત્યાર સુધીમાં ગુરદાસપુરમાં આટલું કામ નહીં થયું હોય.

વધુમાં કેજરીવાલે એવું પણ કહ્યું હતું કે, આજે જ અમે ગુરદાસપુરમાં બસ સ્ટેન્ડનું ઉદ્ધાટન કરીને આવ્યા છીએ. અહીંના લોકો દ્વારા ખૂબ જ લાંબા સમયથી આ માંગણી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં આ માંગ પહેલા કોઈપણ પાર્ટી દ્વારા પૂર્ણ કરવામાં આવી નહોતી. લોકો જે પણ પાર્ટીની પાસે જતા હતા કે પૈસા નથી. પૈસા તો હતા પરંતુ તે બધા પૈસા ખાઈ જતા હતા, પરંતુ હવે ઈમાનદાર સરકાર આવી ગઈ છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે, પૈસાની કોઈ કમી નથી. પંજાબ ખજાનાથી ભર્યુંભાદર્યું છે. આ પહેલાના લોકોએ આ ખજાનો ખાલી છોડીને ગયા હતા, અને અમે આ તિજોરી દોઢ વર્ષમાં પાછી ભરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button