નેશનલ

દિલ્હી અને મુંબઈમાં વધતા જતા હવાના પ્રદૂષણને કારણે લોકોમાં વધી રહી છે સ્વાસ્થ સમસ્યાઓ…

મુંબઈ : મુંબઈની હવાની ગુણવત્તા છેલ્લા 48માં કલાકમાં ઘટી છે. 24 કલાક પહેલા જ મુંબઈમાં સરેરાશ હવાનો ગુણવત્તા સૂચકાંક 189 હતો. તેમજ ગુરુવારે 21 ડિસેમ્બરે મુંબઈમાં હવા ગુણવત્તા સૂચકાંક 157 પર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હવાની ગુણવત્તા બગડી રહી છે. પરિણામે વૃદ્ધો અને બાળકોને સવાર સવારમાં શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડી રહી છે. દરમિયાન મુંબઈની સાથે નવી મુંબઈની હવાની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે. કારણ કે નવી મુંબઈમાં હવાનો AQI છેલ્લા 24 કલાકમાં 201 સુધી પહોંચી ગયો છે જે સૌથી ખરાબ છે.

આ ઉપરાંત કેન્દ્રએ શુક્રવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR)માં બગડતી હવાની ગુણવત્તા વચ્ચે બિન-આવશ્યક બાંધકામ તેમજ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા ફોર-વ્હીલર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ વૈધાનિક સંસ્થા જે પ્રદેશમાં પ્રદૂષણનો સામનો કરવા માટેની વ્યૂહરચના ઘડે છે, તેણે એક આદેશ જારી કરીને કહ્યું હતું કે દિલ્હીમાં ધુમ્મસ સહિતની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને પવનની નીચી ગતિ સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI)માં વધારો કરશે.

CAQM એ ફેઝ્ડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કા હેઠળ ફરીથી પ્રતિબંધો લાદતી વખતે દિલ્હી-NCRમાં બિન-આવશ્યક બાંધકામ કાર્ય, પથ્થર તોડવા અને ખાણકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ, આરોગ્ય સેવાઓ, રેલવે, મેટ્રો રેલ, એરપોર્ટ, આંતરરાજ્ય બસ સ્ટેન્ડ, હાઇવે, રસ્તા, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન, પાઇપલાઇન, સ્વચ્છતા અને પાણી પુરવઠાને લગતા બાંધકામને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્રીજા તબક્કાના GRAP હેઠળ, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધમાં પેટ્રોલ અને ડીઝલ-સંચાલિત ફોર-વ્હીલરના સંચાલન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ ઉપરાંત મુંબઈમાં ધૂળને ઉડતી અટકાવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 4-5 વખત પાણીનો છંટકાવ કરો. રસ્તાઓ પરની ધૂળનું પ્રમાણ ઘટાડવા એન્ટી સ્મોગ મશીનો લગાવવા પડશે. દરેક બાંધકામ સાઈટ પર એક અલગ એર ક્વોલિટી ઈન્ડેક્સ મેઝરિંગ સિસ્ટમ સ્થાપિત કરવી જોઈએ. મદદનીશ કમિશનરના નિર્દેશ મુજબ તમામ 24 વોર્ડમાં બે વોર્ડ ઈજનેર, એક પોલીસમેન, એક માર્શલ અને એક વાહનનો સમાવેશ કરીને સ્કોડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…