નેશનલ

કડકડતી ઠંડીના કારણે દિલ્હીની સ્કૂલોમાં વેકેશન લંબાવાયું

નવી દિલ્હી: દિલ્હીમાં કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં પ્રાથમિક વર્ગોના વિદ્યાર્થીઓ માટે શિયાળુ વેકેશન ૧૨ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ રવિવારે આ માહિતી આપી હતી. અગાઉ સાત જાન્યુઆરી સુધી શિયાળાના વેકેશન પછી સોમવારે શાળાઓ ફરી શરૂ થવાની હતી. દિલ્હીમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે અને ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગાઢ
ધુમ્મસ, હળવો વરસાદ અને તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

દિલ્હીના પ્રધાન આતિશીએ સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે “હાલમાં ઠંડીના પ્રકોપને કારણે દિલ્હીમાં શાળાઓ નર્સરીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી પાંચ દિવસ માટે બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button