પોલીસ આ રીતે મારે છે એમ કહીને નશામાં મિત્રોએ પોતાના એક મિત્રને મારી નાખ્યો…

ભોપાલ: મધ્યપ્રદેશના શાજાપુરના તુકરાના ગામ પાસેના ઢાબામાંથી મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. અગાઉ પોલીસે રાજેશ સૌરાષ્ટ્રની ધરપકડ કરી હતી ત્યારબાદ મંગળવારે આ કેસમાં વધુ એક આરોપી જીતેન્દ્ર સૌરાષ્ટ્રની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તે ત્રણેય દારૂના નશામાં હતા. આ દરમિયાન તેઓએ ચોર અને પોલીસની રમત રમવાનું નક્કી કર્યું જેમાં સુનીલને ચોર બનાવાયો હતો અને પછી પોલીસ કેવી રીતે ચોરો સાથે વ્યવહાર કરે છે તે બતાવવા માટે તેમણે સુનીલને મારવાનું શરૂ કર્યું તે ત્રણેય પીધેલી હાલતમાં હતા એટલે તેમણે ખબર જ નહોતી કે તેઓ શું કરી રહ્યા છે.
ચોર પોલીસની આ રમતમાં રાજેશ અને જીતેન્દ્ર પોલીસ બન્યા હતા. અને બંનેએ સુનીલને બાંધી દીધો અને માર મારતા ગયા અને કહેતા ગયા કે જ્યારે પોલીસ પકડે ત્યારે આ રીતે મારે છે. ત્યારબાદ સુનિલને એ જ હાલતમાં મૂકીને બંને ચાલ્યા ગયા. ઇજાગ્રસ્ત સુનિલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેની જાણ બીજા દિવસે પોલીસને શતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ ઘટના 24 ડિસેમ્બરના રોજ બની હતી અને ત્યારથી પોલીસ આરોપીને શોધી રહી હતી. આ દરમિયાન સમાજના કેટલાક લોકો પણ એસપી ઓફિસે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. અને આખરે પોલીસને એક આરોપી રાજેશ સૌરાષ્ટ્રની ધરપકડ કરી. ત્યારબાદ મંગળવારે બીજા આરોપી જીતેન્દ્ર સૌરાષ્ટ્રની પણ રણભંવર-બેરછા નજીકથી ધરપકડ કરી હતી.
કોતવાલી ટીઆઈ બ્રજેશ મિશ્રાએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં કોતવાલી ટીઆઈ બ્રજેશ મિશ્રા, સબ ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર મહેતા અને અન્ય બીજા સાથીદારોએ પ્રશંસનીય કામગીરી કરી હતી.