નેશનલ

વેરાવળમાંથી ₹ ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું: નવની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વેરાવળના દરિયા કિનારેથી પોલીસે ૩૫૦ કરોડનું હેરોઈન ઝડપીને નવ શખસને પકડી પાડ્યા હતા. વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. તેમજ રિસિવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું ખૂલ્યુ છે. આ ઘટનામાં ગુજરાત એટીએસે હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી છે.

ગીર સોમનાથ એસપીની ટીમ દ્વારા અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને મેગા ઓપરેશન પાર પાડીને ૫૦ કિલો હેરોઇનના જથ્થા સાથે નવ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે એક ફિશિંગ બોટમાં શંકાસ્પદ નશીલો પદાર્થ આવી રહ્યો છે અને આ બોટ વેરાવળ બંદર પર લાંગરેલી છે. તાત્કાલિક જુદી જુદી ટીમ બનાવી કામે લગાડી હતી. પ્રથમ ફિશિંગ બોટમાંથી એક ફોરવ્હિલમાં ડિલિવરી કરાયેલ ૨૫
કિલો હેરોઇનના જથ્થા સાથે પ્રથમ ૦૨ આરોપીઓની અટક કરી પૂછપરછ કરતા વધુ ફિશિંગ બોટમાં રખાયેલ બીજો ૨૫ કિલો જથ્થો મળી કુલ ૫૦ કિલો હેરોઇનનો જથ્થો મળી આવેલ છે. જેની કિંમત ૩૦૦ કરોડથી વધુ છે. જેમાં ૫૦ કિલો હેરોઇનના જથ્થા સાથે નવ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધર્મેન કશ્યપ (ઉંમર ૩૦, રહે. ગામ:મહંમદપુર, જિલ્લો કાનપુર ઉત્તર પ્રદેશ), આસિફ સમા (ઉંમર ૨૪, રહે. જામનગર, બેડેશ્ર્વર), અરબાઝ મેમણ (ઉં.૨૩, રહે.જામનગર, ગુલાબનગર), અનુજ કશ્યપ (રહે.કાનપુર, ઉજપારી પુર્વા, નવી બસ્તી, નવાબગંજ, કયોરા કતરી, તા.જી.-કાનપુર, રાજય-ઉત્તરપ્રદેશ), અમન કશ્યપ, (ઉં.વ.૨૩, ધંધો.માચ્છીમારી, રહે.કાનપુર, ઉજપારી પુર્વા, નવી બસ્તી, નવાબગંજ, કયોરા કતરી, તા.જી.-કાનપુર, રાજ્ય-ઉત્તર પ્રદેશ), રજજન મીસાર (ઉં.વ.૧૯, ધંધો.માચ્છીમારી, રહે.કાનપુર, ઉજપારી પુર્વા, નવી બસ્તી, નવાબગંજ, કયોરા કતરી, તા.જી.-કાનપુર, રાજ્ય-ઉત્તર પ્રદેશ), વિષ્ણુ નીસાર (ઉં.વ.૨૫, ધંધો.માચ્છીમારી, રહે. રોહીની ગામ, તા.સિંકદરા, પોસ્ટ-માનપુર, સિંકદરા પો.સ્ટે., જી.કાનપુર, રાજય-ઉત્તર પ્રદેશ), રોહિત નિશાર (ઉં.વ.૨૦, ધંધો.માચ્છીમારી, રહે. કાનપુર, ઉજપારી પુર્વા, નવી બસ્તી, નવાબગંજ, કયોરા કતરી, તા.જી.-કાનપુર, રાજય-ઉત્તર પ્રદેશ), રાહુલ કશ્યપ (ઉં.વ.૨૦, ધંધો.માચ્છીમારી, રહે. રામપુર ગામ, તા.ગંદકી, પોસ્ટ-સાલેપુર) સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…