નેશનલ

ચૂંટણીવાળા પાંચ રાજ્યમાંથી ₹ ૧,૭૦૦ કરોડના ડ્રગ્સ, સોનું અને રોકડ પકડાયા

નવી દિલ્હી: જે પાંચ રાજ્યમાં મતદાન થયું છે અથવા થવાનું છે તેમાં ચૂંટણી પંચે રૂ. ૧,૭૬૦ કરોડનો સામાન, રોકડ, શરાબ, કિંમતી ધાતુ વિગેરે કબજે કર્યાં છે. ૨૦૧૮માં આ પાંચ રાજ્યમાંથી રૂ. ૨૩૯.૧૫ કરોડ મૂલ્યનો આ પ્રકારનો જથ્થો કબજે કરાયો હતો તેની સરખામણીમાં નવમી ઑક્ટોબર પછી સાતગણો જથ્થો કબજે લેવાયો છે.
મતદારોને પ્રલોભન આપતી ચીજવસ્તુઓ નવમી ઑક્ટોબર પછી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણામાંથી કબજે કરવામાં
આવી હતી.
ઈલેકશન એક્સ્પેન્ડિચર મોનિટરિંગ સિસ્ટમ (ઇએસએમએસ) ટૅક્નોલોજીના ઉપયોગથી
કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ વચ્ચે સારું સંકલન સાધી શકાયું હતું તેવું ચૂંટણીપંચે એક નિવેદનમાં
કહ્યું હતું.
તમામ પક્ષો અને ઉમેદવારોને એક સમાન તક આપી શકાય તે માટે પ્રલોભન-મુક્ત ચૂંટણી પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પાંચ રાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતી વખતે ભાર મૂક્યો હતો તેવું ચૂંટણીપંચના એક અધિકારીએ સોમવારે કહ્યું હતું. મિઝોરમમાં સોનું-ચાદી કે રોકડ રકમ પકડાઈ ન હતી, પણ ૨૯.૮૨ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો સત્તાવાળાઓએ ઝડપી પાડ્યો હતો તેવી માહિતી ચૂંટણીપંચે આપી હતી.
પક્ષ અથવા ઉમેદવારોના ખર્ચ પર બાજનજર રાખવા ચૂંટણીપંચે વિવિધ વહીવટીસેવાએના ૨૨૮ અધિકારીએ તૈનાત કર્યા હતા. વિધાનસભાની ૧૯૪ બેઠકે ખર્ચ સંવેદનશીલ બેઠકની યાદીમાં મૂકીને તેમના પર ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.
પ્રલોભનકારી સામગ્રીના આંકડામાં હજુ વધારો થશે તેવું ચૂંટણીપંચે પોતાના નિવેદનમાં કહ્યું હતું.
ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપૂરા અને કર્ણાટકમાંથી રૂ. ૧,૪૦૦ કરોડનો આવો પ્રલોભનકારી ચીજવસ્તુઓનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો જે પાંચ વર્ષ અગાઉની સરખામણીમાં અગિયારગણો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button