Top Newsનેશનલ

પાકિસ્તાનની નાપાક હરકત! LoC પર ફરી દેખાયા ડ્રોન, ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજોરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર ડ્રોન દેખાયા છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પાકિસ્તાનને આવી ગતિવિધિઓને મુદ્દે આકરી ચેતવણી આપી ચૂક્યા છે, તે જ દિવસે ડ્રોન જોવા મળ્યા છે. સેનાએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગનિયા-કલસિયાં ગામ પાસે સાંજના સમયે ડ્રોન દેખાતા સેનાના જવાનોએ તત્કાલ મશીનગનથી ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત, તેરયાથ અને કલાકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્લિંકિંગ લાઈટ સાથેની શંકાસ્પદ વસ્તુઓ આકાશમાં જોવા મળી હતી. માત્ર રાજૌરી જ નહીં, પરંતુ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પણ સરહદ પાસે ડ્રોન મંડરાતા હોવાના અહેવાલો મળ્યા છે. આ તમામ વિસ્તારોમાં સેનાએ કાઉન્ટર મેઝર્સ શરૂ કરી દીધા છે અને સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર બોર્ડર પર દેખાયા ડ્રોન્સ: ભારતીય સેના એલર્ટ પર, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું…

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને પોતાના ડ્રોન પર લગામ લગાવવી જોઈએ. તેમણે માહિતી આપી હતી કે પશ્ચિમી મોરચે સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ‘ઓપરેશન સિંદૂર’ સતત ચલાવવામાં આવી રહ્યું છે. સેના પ્રમુખના મતે, પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયારો અથવા નશીલા પદાર્થોની તસ્કરી કરવાની ફિરાકમાં છે, પરંતુ ભારતીય સેના કોઈ પણ પ્રકારના દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સાંબા, રાજૌરી અને પુંછ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પાસે પાંચથી વધુ ડ્રોન મુવમેન્ટ નોંધાઈ છે. સરહદી ગામોમાં શસ્ત્રો અથવા ગેરકાયદે સામગ્રી ફેંકવાની આશંકાને પગલે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ હાલ અત્યંત મુસ્તૈદ છે જેથી કરીને સરહદ પારથી થતી કોઈ પણ ઘૂસણખોરી કે ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાય.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button