કાશ્મીરના રેહાડીના એક ઘર પર ડ્રોન એટેકથી મોટું નુકસાન, વીડિયો વાઈરલ

જમ્મુ અને કાશ્મીરઃ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય છોડવાનું નથી. જમ્મુ શહેરના રેહાડી વિસ્તારમાં શનિવારે પાકિસ્તાને હુમલો કર્યો હોવાના સીસીટીવી વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલો ઘરના પહેલા માળે પડતા મોર્ટાર શેલના રૂપમાં થયો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ વીડિયોમા્ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, મોર્ટાર શેલનો જોરદાર વિસ્ફોટ થવાથી ઘરનો પહેલા માળ નીચે પડ્યો હતો. આ ઘટનાને લઈને આસપાસની વિસ્તારોમાં નાસભાગ મચી જવા પામી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા
શંકાસ્પદ ડ્રોન ઉમલાના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. અત્યારે તે તમામ લોકોની હાલત સારી હોવાની સમાચાર મળ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો: સીઝફાયરના ઉલ્લંઘન બાદ જમ્મુ કાશ્મીરમાં અજંપાભરી શાંતિ, રોડ પર વાહન વ્યવહાર શરૂ
સ્થાનિક લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી
આ ઘટના વિશે સ્થાનિક તંત્રનું કહેવું છે કે, આ ઘટના પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબાર અથવા મોર્ટાર શેલિંગનો ભાગ હોઈ શકે છે. જો કે, તે બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે. સત્તાવાર તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી અને જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો સત્વે તંત્રને જાણ કરવા માટે વિનંતી કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા માટે, બંને દેશો ફરી એકવાર યુદ્ધવિરામ પર સંમત થયા હતાં. પરંતુ પાકિસ્તાને થોડાક જ કલાકમાં યુદ્ધ વિરામનો ભંગ કરીને ડ્રોન હુમલો કર્યો હતો. આજે પણ રાજસ્થાનમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, ભારત દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે!