બેંગલુરુ એરપોર્ટ પર વિદેશી નાગરિક પાસેથી ત્રણ કિલોથી વધુ કોકેઈન પકડાયું…

બેંગલુરુઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘાનાના નાગરિક પાસેથી ત્રણ કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું હતું, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.
“ડીઆરઆઈએ બેંગલુરુ એરપોર્ટ પર ઘાનાના નાગરિક પાસેથી ૩.૧૮૬ કિલો કોકેઈન જપ્ત કર્યું છે; એકની ધરપકડ કરવામાં આવી છે,” એમ ડીઆરઆઈએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું. જો કે, તેણે ૧૮ માર્ચે આ સંબંધમાં ધરપકડ કરાયેલી ઘાનાની મહિલાની ઓળખ જાહેર કરી નથી. જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત પણ જાણી શકાઈ નથી.
આ પણ વાંચો : Farmers Protest : પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ…
ડીઆરઆઈએ ૩ માર્ચના રોજ, કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કન્નડ અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા ઉર્ફે રાન્યા રાવ પાસેથી રૂ. ₹૧૨.૫૬ કરોડની કિંમતના ૧૪.૨ કિલો વિદેશી મૂળના સોનાના બાર જપ્ત કર્યા હતા.
રાવ વરિષ્ઠ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે જેઓ ડીજીપી રેન્કના અધિકારી કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે. રાન્યા રાવની ધરપકડ બાદ, અધિકારીઓએ તેના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે ₹. ૨.૦૬ કરોડની કિંમતના સોનાના દાગીના અને ₹. ૨.૬૭ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.