
નવી દિલ્હી : ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત આત્મનિર્ભર બની રહ્યું છે. જેમાં ભારતે છેલ્લા વર્ષોમાં અનેક મેઈડ ઇન ઇન્ડિયા મિસાઈલ અને એર ડિફેન્સ સીસ્ટમને નિર્મિત કરી છે. ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બનાવવાની બીડુ ડીઆરડીઓએ ઉપાડ્યું છે. આ જ કડીમાં ડીઆરડીઓએ હવે એક નવું પરીક્ષણ હાથ ધર્યું છે. ડીઆરડીઓએ હવે યુદ્ધના સમયે કામ આવી શકે તેવી ટેક્નોલોજી ડેવલોપ કરી છે. ડીઆરડીઓએ ડ્રોનથી વાર કરી શકાય તેવી મિસાઈલનું સફળ પરીક્ષણ હાથ ધર્યું છે.
મિસાઈલ(ULPGM)વી-૩ નું સફળ પરીક્ષણ
ડીઆરડીઓના સફળ પરીક્ષણ અંગે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાણકારી આપી હતી. તેમણે એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, ભારતની સંરક્ષણ ક્ષમતાઓના એક મજબુત કડી, આંધ્ર પ્રદેશના કુરનુલ સ્થિત નેશનલ ઓપન એરિયા રેન્જ(NOAR)માં ડ્રોનથી લોન્ચ કરી શકાય તેવી ચોક્કસ ટાર્ગેટને હીટ કરતી મિસાઈલ(ULPGM)વી-૩ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
આપણ વાંચો: OTT પર અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારનો સફાયો; Ullu-ALTT સહીત આ 25 પ્લેફોર્મ્સ પ્રતિબંધ
ડિફેન્સ ટેકનોલોજીને અપનાવવા સંપૂર્ણપણે તૈયાર
આ ઉપરાંત રાજનાથ સિંહે ડીઆરડીઓ, ઉદ્યોગ ભાગીદારો, રક્ષા ઉત્પાદન કંપનીઓ, એમએસએમઈ સ્ટાર્ટ અપને મિસાઈલ(ULPGM)વી-૩ ના સિસ્ટમના નિર્માણ અને સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું આ
સફળતા સાબિત કરે છે કે ભારતીય ઉદ્યોગ હવે મહત્વપૂર્ણ ડિફેન્સ ટેકનોલોજીને અપનાવવા અને તેના ઉત્પાદન માટે
સંપૂર્ણ પણે તૈયાર છે.