ટોપ ન્યૂઝનેશનલ

જસ્ટિસ બીઆર ગવઈ બનશે દેશના નવા CJI, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Droupadi Murmu) દ્વારા ન્યાયધીશ બી.આર ગવઈ (Justice B.R. Gavai)ને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આગામી 14 મે, 2025 ના રોજ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવાના છે. મહત્વની વાત એ છે કે, ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ તેમના નામની ભલામણ કરી હતી. CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થવાનો છે.

જસ્ટિસ ગવઈનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે
નોંધનીય છે કે, બીઆર ગવઈ પદ સંભાળ્યા પછી 6 મહિના સુધી સીજેઆઈ તરીકે સેવા આપશે અને નવેમ્બર 2025 માં નિવૃત્ત થવાના છે. જસ્ટિસ બીઆર ગવઈ મૂળ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના વતની છે. જસ્ટિસ બીઆર ગવઈના કારકિર્દીમાં નોંધપાત્ર નિર્ણયોમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ જસ્ટિસ ગવઈ કેજી બાલકૃષ્ણ પછી બીજા એવા મુખ્ય ન્યાયાધીશ હશે તે દલિત સમુદાયમાંથી આવે છે. જસ્ટિસ બીઆર ગવઈનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 14મી મે, 2025થી 24 સપ્ટેમ્બર 2025 સુધીનો રહેશે.

16 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી
જસ્ટિસ બીઆર ગવઈ ગવઈ 16મી માર્ચ, 1985માં બારમાં જોડાયા હતા. તેમણે સરકારી વકીલ તરીકે અને પછી મહારાષ્ટ્ર સરકાર માટે સરકારી વકીલ તરીકે સેવા આપેલી છે. 14મી નવેમ્બર, 2003ના રોજ તેમને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. સુપ્રીમ કોર્ટમાં બઢતી ત્યા સુધી તેમને 16 વર્ષ સુધી ત્યાં સેવાઓ આપી હતી. હવે તેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવાના છે, જેમાં તેમને કાર્યકાળ 6 મહિના સુધીનો રહેવાનો છે.

જસ્ટિસ બીઆર ગવઈના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો, તેમનો જન્મ 24 નવેમ્બર, 1960ના રોજ અમરાવતીમાં વરિષ્ઠ સાંસદ સ્વર્ગસ્થ રામકૃષ્ણ ગવઈના ઘરે થયો હતો. જસ્ટિસ ગવઈના પિતા, જસ્ટિસ રામકૃષ્ણ સૂર્યભાન ગવઈ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના સ્થાપક હતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય હતા. તેમના પિતા 1998માં આરપીઆઈના ઉમેદવાર તરીકે અમરાવતી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. તેમણે 2006થી 2011 દરમિયાન બિહાર, સિક્કિમ અને કેરળના રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button