ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

Stock Market : શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, સેન્સેકસ- નિફ્ટીમાં કડાકો

મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે પણ ઘટાડા સાથે ખૂલતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. જેમાં આજે સેન્સેકસ 236 પોઈન્ટના ઘટાડા સાથે 81511 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, નિફ્ટી 83 અંકના ઘટાડા સાથે 24584 ના સ્તર પર ખૂલી હતી. સેન્સેક્સ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ અને આઇસીઆઇસીઆઇ બેન્ક ઘટાડા સાથે ખૂલ્યા હતા.

યુ.એસ. ફેડરલ રિઝર્વની બેઠક પર નજર

જ્યારે ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, એચયુએલ, એચસીએલ ટેક, અને પાવર ગ્રીડ વધારા સાથે ખૂલ્યા હતા. આ ઉપરાંત યુ.એસ. ફેડરલ રિઝર્વની આવતીકાલે યોજાનારી બેઠક પહેલા સેક્ટર મુજબ નિફ્ટી આઈટી ફ્લેટ ખૂલી હતી.

એશિયન બજારોમાં મિશ્ર વલણ

મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કી 225 0.34 ટકા અને ટોપિક્સ 0.29 ટકા વધ્યા હતા, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.28 ટકા અને કોસ્ડેક 0.2 ટકા ઘટ્યા હતા.

Also Read – ભારતના એક નિર્ણયથી China ઝૂક્યું, આ ભારતીય કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ

યુએસ શેરબજારમાં મિશ્ર વલણ

મેગાકેપ ટેક શેર્સની આગેવાની હેઠળ નાસ્ડેક રેકોર્ડ ઊંચાઈએ બંધ થવા સાથે સોમવારે યુએસ શેરબજાર મિશ્ર વલણ સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 110.21 પોઈન્ટ ઘટીને 43,717.85 પર જ્યારે S&P 500 23.03 પોઈન્ટ વધીને 6,074.12 પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 247.17 પોઈન્ટ વધીને 20,173.89 પર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button