નેશનલ

‘ડબલ એન્જિન’ સરકાર ‘ડબલ સ્પીડ’થી વિકાસકાર્ય કરી રહી છે: મોદી

ઝાબુઆ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે અમારી ‘ડબલ એન્જિન’ સરકાર ‘ડબલ સ્પીડ’થી વિકાસકાર્ય કરી રહી છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ૩૭૦થી વધુ અને તેના નેતૃત્વ હેઠળની એનડીએને ૪૦૦થી વધુ બેઠક મળશે.

તેમણે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રૂ. ૭,૫૫૦ કરોડના પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું.

વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસના નેતાઓ માત્ર ચૂંટણી વખતે ગામડાંમાં અને ગરીબો તેમ જ ખેડૂતોની પાસે મત માગવા જાય છે. અમે લોહીના ત્રાકકણો સાથે સંબંધિત પાંડુરોગ સામેની ઝુંબેશ શરૂ કરી છે અને તેનો લાભ આદિવાસીઓના આરોગ્યને
થશે.

મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસનો મુદ્રાલેખ ‘જનતાને લૂંટો અને ભાગલા પાડો’ છે. કૉંગ્રેસના નેતાઓને લોકસભાની આગામી ચૂંટણીમાં પોતાના ઘોર પરાજયની આગાહીમાં વિશ્ર્વાસ બેસી ગયો છે. તેઓ પણ અમારા નારા ‘અબકી બાર, ૪૦૦ પાર’ને સમર્થન આપી રહ્યા છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે હું મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ચૂંટણીના પ્રચાર માટે નથી આવ્યો, પરંતુ એક ‘સેવક’ તરીકે જનતાની સેવા કરવા આવ્યો છું. હું તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં અમારા પક્ષને વિજયી બનાવવા બદલ મતદારોનો આભારી છું.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને આ રાજ્યોમાં સરકારની રચના કરી હતી.
કેન્દ્રે ગયા વર્ષે આદિવાસીઓના આરોગ્યના લાભાર્થે ત્રાકકણોને લગતા પાંડુરોગની નાબૂદી માટેના રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button