ગરમીના દિવસોમાં તમારા ડાયેટમાં આટલા આહારનું સેવન કરવાનું ચૂકશો નહીં
દેશ અને વિદેશમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે, ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર રોગ માનવામાં આવે છે. તે માણસના શરીરમાં ચોરીછૂપીથી પ્રવેશે છે અને શરીરને અંદરથી ખોખરૂ કરવાનું કરવાનું શરૂ કરે છે. આ રોગની જાણ થતાં સુધીમાં તે તમારા શરીરને તોડી નાખે છે. ખરેખર, ડાયાબિટીસની કોઈ ચોક્કસ સારવાર નથી. જો કે, સારી જીવનશૈલી અને સ્વસ્થ આહાર દ્વારા ડાયાબિટીસમાં બ્લડ લેવનને કન્ટ્રોલ કરી શકાય છે.
જો તમે સમયસર તમારા આહાર અને લાઈફસ્ટાઈ પર નિયંત્રણ ન રાખો તો ડાયાબિટીસ શરીરના મહત્વપૂર્ણ અંગો જેમ કે કિડની, ફેફસાં, હૃદય અને આંખોને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં અમે તમને એવા 6 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેને આ ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમારા આહારમાં સામેલ કરી શકાય છે.
ટામેટાંમાં લાઇકોપીન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, તે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે, જેના કારણે તમારા શરીરનું શુગર લેવલ વધતું નથી. આ ઉપરાંત, તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઘણો ઓછો છે. ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા શાકભાજી અને ફળોનું સેવન કરવાથી શુગર લેવલ વધવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો: ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખવાની ન કરતાં ભૂલ ! ફળ બની જશે ઝેર
એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેના સેવનથી શરીરની ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ વધે છે, જે શરીરને સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ફળમાં રહેલા હેલ્ધી ફેટ તમારૂ પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે. આ બિનઆરોગ્યપ્રદ અને હાઈ સુગર ફૂડસ ખાવાની તમારી ક્રેવિંગને ઘટાડે છે.
કાકડીમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી ઓછી હોય છે પરંતુ પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. આનું સેવન કરવાથી તમે ઉનાળામાં હાઇડ્રેટેડ અનુભવો છો. કાકડીમાં હાજર ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું કરે છે, જેનાથી બ્લડ સુગર લેવલને સ્થિર કરવામાં સરળતા રહે છે.
લીલા કઠોળમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી ઓછી હોય છે પરંતુ તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. આ ઉપરાંત, તેના સેવનથી શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવીટીના સ્તરમાં સુધારો થવાની સંભાવના પણ વધી શકે છે. આ લીલા શાકભાજીને તમારા આહારમાં સામેલ કરીને તમે શુગર લેવલને નિયંત્રિત કરી શકો છો.
ઝુકિનીમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીરને સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે. તેના ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે, આ શાકભાજી સુગરના દર્દીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સિવાય આ શાકભાજીમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી પણ ઓછી હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.