રેલવે સ્ટેશન પર મોબાઈલ સંબંધિત ભૂલથી પણ આ ભૂલ ના કરશો, નહીંતર…
ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ ચૌથા નંબરનું નેટવર્ક છે અને આપણામાંથી મોટાભાગના લોકોએ રેલવેમાં પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશન પર ઘણી વખત સ્માર્ટ ફોન ચાર્જ કરવાની પણ જરૂર પડી હશે અને રેલવે સ્ટેશન પર ફોન ચાર્જ પણ કર્યો હશે. જોકે, રેલવે સ્ટેશન પર આપવામાં આવતી આ સુવિધા જેટલી મદદરૂપ સાબિત થાય છે એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છે. રેલવે સ્ટેશન પર પોતાનો ફોન ચાર્જ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ, જેથી કોઈ મુસીબતમાં પડી શકો છો-
આપણામાંથી ઘણા લોકો પ્રવાસ દરમિયાન પૂરું ચાર્જર નહીં લેતા અને માત્ર કેબલ જ સાથે લઈ જાય છે. આ કેબલથી તેઓ રેલવે સ્ટેશન પર ટાઈ-એ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આવી સ્થિતમાં જ જોખમ વધી જાય છે કારણ કે આ પોર્ટ્સની ગુણવત્તા ખૂબ જ નબળી હોય છે. ટાઈપ-એ ચાર્જિંગ પોર્ટ નવા સ્માર્ટફોન્સ માટે ઉપયુક્ત નથી અને આવા પોર્ટ્સનો ઉપયોગ કરવાનું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે આ હલકી ગુણવત્તાના હોય છે અને એમાં પુરતા સુરક્ષાના ઉપાય નથી હોતા.
આ પણ વાંચો : મુંબઈગરા બન્યા કહ્યાગરાઃ Central Railwayમાં ત્રણ દિવસના Blockને કારણે પ્રવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું
આવા સોકેટનો ઉપયોગ કરીને ફોન ચાર્જિંગ કરવાથી ફોન ઓવરચાર્જ થઈ શકે છે, જેને કારણે બેટરીમાં આગ લાગવાની અને ફોન ખરાબ થવાની શક્યતાઓ વધી છે. રેલવે સ્ટેશન પર રહેલાં ટાઈપ-એ સોકેટ અક્સર ખરાબ સ્થિતિમાં હોય છે અને તેમાં ગંદકી અને ધૂળ જમા થઈ જાય છે. આનાથી ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાનું જોખમ વધી જાય છે.
હવે ટાઈપ એ ચાર્જિંગ પોઈન્ટના ઉપયોગથી થતા નુકસાન વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કઈ રીતે રેલવે સ્ટેશન પર સુરક્ષિત રીતે ફોન ચાર્જ કરી શકાય એની-
પ્રવાસ દરમિયાન હંમેશા વિશ્વનીય ચાર્જર અને કેબલ લઈ જાવ
બ્રાન્ડેડ ચાર્જર ખરીદો, જો તમારી પાસે તમારા ખુદનું ફોનનું ચાર્જર નથી તો બ્રાન્ડેડ ચાર્જર ખરીદીને તેનાથી ફોન ચાર્જ કરો.
જ્યારે પણ કોઈ જગ્યાએ ફોન ચાર્જિંગમાં મૂકો ત્યારે હંમેશા તેના પર નજર રાખો
જો તમે ફોન ચાર્જિંગમાં મૂકો છો ત્યારે એમાંથી કોઈ દુર્ગંધ કે ધુમાડો નીકળે તો તરત જ ચાર્જિંગ બંધ કરી દો
આ તમામ ટીપ્સ તમને રેલવે સ્ટેશન પર સેફલી ફોન ચાર્જિંગ કરવામાં મદદ કરશે અને જેને કારણે તમારા ફોનને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે