ડૉનેટ ફોર દેશઃ આ રાજ્યમાંથી મળ્યું સૌથી વધારે ભંડોળ, રાહુલએ પણ આપ્યું દાન
અમદાવાદઃ 138 વર્ષના જૂના પક્ષ કૉંગ્રેસએ દેશ પાસેથી ડૉનેશન લેવાની મુહીમ હાથ ધરી છે.
જેમાં કૉંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આજે ડૉનેશન કર્યું અને લોકોને અપીલ કરી છે કે દેશનો આત્મા બચાવી રાખવા માટે દાન કરવામાં આવે છે. દરમિયાન મળતી માહિતી અનુસાર પક્ષ અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર તરફથી સૌથી વધારે ભંડોળ મળ્યું છે. તે બાદ રાજસ્થાનનો નંબર આવે છે. આ બન્ને રાજ્યોમાં હાલમાં ભાજપ અને સાથીદળોની સરકાર છે.
ગાંધીએ કેટલી રકમ દાન કરી તે અંગે ફોડ પાડ્યો નથી. ગાંધીએ કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકનને પૂછ્યું કે પાર્ટી કેટલા પૈસા એકઠા કરશે. માકને કહ્યું કે કોઈ નિશ્ચિત લક્ષ્ય નથી, પરંતુ રકમ અપેક્ષા કરતાં વધુ હશે. માકને પાર્ટીના ભૂતપૂર્વ વડાને કહ્યું કે અત્યાર સુધી આ અભિયાન હેઠળ મહારાષ્ટ્રે સૌથી વધુ યોગદાન આપ્યું છે, ત્યારબાદ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે.
કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા સામાન્ય જનતા પાસેથી દાન એકત્ર કરવા માટે સોમવારે ‘દેશ માટે દાન’ નામનું અભિયાન શરૂ કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અહીં એક કાર્યક્રમમાં આ અભિયાનની શરૂઆત કરી હતી. તેણે પોતે 1.38 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. પહેલા જ દિવસે પક્ષે અમુક કલાકોમાં દોઢેક કરોડનું દાન મેળવ્યાનો દાવો કરવામાં આવે છે.