
વોશિંગ્ટનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટ(PM Modi in Lex Fridman’s Podcast)માં જોવા મળ્યા હતાં. પોડકાસ્ટમાં વડા પ્રધાન મોદીએ ઘણા મુદ્દે ચર્ચા કરી હતી. અમેરિકાના સંબંધો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અંગે વડા પ્રધાન મોદીએ ચર્ચા કરી હતી.
પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને આ પોડકાસ્ટ પંસદ પડ્યો છે, તેમણે આ પોડકાસ્ટની લિંક ટ્રુથ સોશિયલ મીડિયા (Truth social)પર શેર કરી હતી, જેના પર લોકોની પ્રતિક્રિયાઓ પણ મળી હતી.
ફ્રિડમેન સાથે ત્રણ કલાક લાંબા પોડકાસ્ટમાં વડા પ્રધાન મોદીએ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી અને તેમની સાથે બેઠકોના યાદગાર ક્ષણોને પણ યાદ કરી હતી. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ પોડકાસ્ટની યુટ્યુબ લિંક શેર કરી છે.

પોડકાસ્ટ દરમિયાન, વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની તેમની વાતચીતને યાદ કરી, 2019 માં હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમને પણ યાદ કર્યો. વડાપ્રધાનને કહ્યું કે સુરક્ષા પ્રોટોકોલ હોવા છતાં ટ્રમ્પ ભરેલા સ્ટેડિયમની તેમની સાથે જવા માટે તૈયાર થયા હતા.
આ પણ વાંચો: ‘Hypo(d)crisy’ની પણ કોઈ સીમા હોય છે! કોંગ્રેસે પોડકાસ્ટ અંગે વડાપ્રધાન મોદીની ટીકા કરી…
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પ પર ગોળી ચાલ્યા બાદ પણ, તેઓ અમેરિકા પ્રત્યે અટલ સમર્પિત રહ્યા, જે તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ની ભાવના દર્શાવે છે, જેમ હું નેશન ફર્સ્ટમાં માનું છું. વ્હાઇટ હાઉસમાં તેમની પહેલી મુલાકાત વિશે બોલતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ મને વ્યક્તિગત રીતે ટૂર પર લઇ ગયા, કોઈ નોટ્સ વિના મને ઐતિહાસિક વિગતો સમજાવી. તે દર્શાવે છે કે તેઓ રાષ્ટ્રપતિ પદનો કેટલો આદર કરે છે. વડા પ્રધાને એવો પણ ઉલ્લેખ કર્યો કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ નહોતાં ત્યારે પણ બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા હતાં.
ફ્રીડમેનના પોડકાસ્ટ પર વાતચીત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથેની તેમની દોસ્તી વિશે પણ ખોલીને વાત કરી હતી. ટ્રમ્પની નમ્રતાની પ્રશંસા કરીને કહ્યું હતું કે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ તેમના પ્રથમ કાર્યકાળની તુલનામાં આ વખતે વધુ તૈયાર જોવા મળે છે.