બિલ ગેટ્સને ચા પીવડાવ્યા બાદ હવે ડોલી ચાયવાળો ક્યાં પહોંચી ગયો જુઓ...

બિલ ગેટ્સને ચા પીવડાવ્યા બાદ હવે ડોલી ચાયવાળો ક્યાં પહોંચી ગયો જુઓ…

ઈન્ટરનેટ સેન્સેશન ડોલી ચાયવાલાએ ગયા અઠવાડિયે દુબઈની મુલાકાત લીધી હતી અને બુર્જ ખલીફા ખાતે કોફીના કપનો આનંદ લીધો હતો. ઈન્સ્ટાગ્રામ પર, ડોલીએ તેની દુબઈ ટ્રીપનો એક વીડિયો શેર કર્યો જે વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેણે તેને કેપ્શન આપ્યું છે, “કોફી પીવા બુર્જ ખલીફાની ટોચ પર ગયો.”

વીડિયોમાં જોઈ શકાય છે કે, ડોલી લક્ઝુરિયસ કારમાં બુર્જ ખલીફા પહોંચ્યો હતો, જ્યાં અધિકારીઓ અને અન્ય ઘણા પ્રભાવશાળી લોકોએ તેનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ડોલીને બુર્જ ખલીફાના 148મા માળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેણે ખૂબસુરત નજારો માણ્યો હતો અને કોફી અને કૂકીઝનો સ્વાદ પણ લીધો હતો.

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે તેમની ભારતની મુલાકાત દરમિયાન નાગપુર ખાતે ડોલી ચાયવાલાની ટપરી પર ચાયના કપનો આનંદ માણ્યો હતો. ત્યાર બાદ ડોલી ફેમસ થઇ ગયો હતો. બિલ ગેટ્સના આ રીતે ‘ચાય પે ચર્ચા’ ના વીડિયોએઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. તેમના વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા હતા.

પોતાની ચાય બનાવવાની અનોખી સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા યુઝર્સમાં ‘જેક સ્પેરો ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડોલી ચાયવાલાના ઈન્સ્ટાગ્રામ પર 2.9 લાખફોલોઅર્સ છે. દુબઈ પ્રવાસ પહેલા ડોલી ચાયવાલાએ માલદિવ્સની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના વીડિયોઝ પણ શેર કર્યા હતા.

સંબંધિત લેખો

Back to top button