જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, 10 થી વધુ ઘરોને નુકસાન ચાર લોકોના મોત...
નેશનલ

જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, 10 થી વધુ ઘરોને નુકસાન ચાર લોકોના મોત…

ડોડા : દેશના પહાડી રાજ્યોમાં કુદરતનો કહેર યથાવત છે. જેમાં હવે જમ્મુ કાશ્મીરના ડોડા જીલ્લાના થાથરી ઉપ મંડળમાં વાદળ ફાટવાથી તબાહી મચી છે. જેમાં 10 મકાનો તૂટી ગયા છે.

આ દુર્ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તેમજ અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે. તેમજ પ્રભાવિત રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

ઘરોને ભારે નુકસાન થયું
આ દરમિયાન વહીવટીતંત્રએ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી શકે તેમ છે.

વાદળ ફાટતા આ વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધસમસતા પાણીના પ્રવાહના લીધે વૃક્ષો અને ઘરોને ભારે નુકસાન થયું છે. જયારે કેટલાક લોકો ઘરમાંથી સામાન લઈને સુરક્ષિત સ્થળોએ જવા માટે મજબુર બન્યા છે.

પાણી બજાર સુધી પણ પહોંચી ગયા
આ ઉપરાંત વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદના પગલે નદીઓમા પુરની સ્થિતિ છે. તેમજ અનેક રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી છે. તેમજ પાણી બજાર સુધી પણ પહોંચી ગયા છે. લોકોના જીવ બચાવવા માટે વહીવટીતંત્ર તેમને સુરક્ષિત સ્થળ પર લઈ જઈ રહ્યું છે.

રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલન
જયારે બીજી તરફ રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ સાથે જમ્મુમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે.

તેમજ તવી નદીના આવેલા પુરના પાણી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ગયા છે. જમ્મુ નદીના કિનારે વસેલા સમગ્ર વિસ્તાર જળમગ્ન થયા છે. જેમાં વહીવટીતંત્ર નુકસાનથી બચાવવા માટે આ વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં ‘આફત’: ભારતે ઈસ્લામાબાદને ચેતવ્યું, જાણો શું છે મામલો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button